IND vs ENG: સાડા બાર કલાકમાં મેચ પૂરી થનારી પિચને લઇને લઇને વિરાટ કોહલીએ કહ્યુ બેટીંગ માટે સારી પિચ હતી

|

Feb 26, 2021 | 11:35 AM

ટેસ્ટ મેચના પ્રથમ દિવસ થી જ પિચ પર ઉડતી ધૂળ કોઇ પણ બેટ્સમેનને આવાનારા પાંચ દિવસને લઇને ભય કરાવી શકે છે. અમદાવાદ (Ahmedabad Test) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ. આ મેચ લગભગ 12 કલાકમાં જ પૂર્ણ થઇ ગઇ હતી.

IND vs ENG: સાડા બાર કલાકમાં મેચ પૂરી થનારી પિચને લઇને લઇને વિરાટ કોહલીએ કહ્યુ બેટીંગ માટે સારી પિચ હતી
Virat Kohli

Follow us on

ટેસ્ટ મેચના પ્રથમ દિવસ થી જ પિચ પર ઉડતી ધૂળ કોઇ પણ બેટ્સમેનને આવાનારા પાંચ દિવસને લઇને ભય કરાવી શકે છે. અમદાવાદ (Ahmedabad Test) માં ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં આવુ જ કંઇક જોવા મળ્યુ હતુ. આ મેચ લગભગ 12 કલાકમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. બે દિવસમાં જ પરિણામ પણ સામે આવનારી વિશ્વની આ 22મી મેચ હતી. આ સાથે જ પિચને લઇને સવાલો પણ ઉઠવા લાગ્યા છે. જોકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) મેચ બાદ સ્પષ્ટ કહ્યુ હતુ કે, પિચ બેટ્સમેનોન માટે સારી હતી. જો કંઇ ખરાબ હતુ તો તે, બેટીંગ સ્તર.

ભારત અને દુનિયાના અનેક ક્રિકેટ પૂર્વ દિગ્ગજોએ પિચને બેકાર બતાવી છે. પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માનો સાથ મળ્યો, તેમણે કહ્યુ કે, પિચ પર ટકી રહેવાની કોશિષ નહોતી કરી. નહિતર રમવુ એટલુ મુશ્કેલ નહોતુ. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, પિચમાં કોઇ ખરાબી નહોતી, ઓછામાં ઓછુ પ્રથમ ઇનીંગ દરમ્યાન તો આવુ નહોતુ જ, માત્ર કેટલાક બોલ જ ટર્ન થઇ રહ્યા હતા. ઇમાનદારી થી કહુ તો, મને નથી લાગતુ કે, બેટીંગનુ સ્તર સારુ હતુ. અમારો સ્કોર એક સમયે 3 વિકેટ પર 100 રન હતો અને અમે 150 થી ઓછા સ્કોર પર આઉટ થયા હતા. ફક્ત કેટલાક બોલ ટર્ન લઇ રહ્યા હતા અને પ્રથમ ઇનીંગમાં બેટીંગ માટે આ સારી વિકેટ હતી. કોહલીએ કહ્યુ હતુ કે, ટીમોના બેટ્સમેનોએ સારો પ્રયાસ નહોતો કર્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, અજીબ હતુ કે, 30 માંથી 21 વિકેટ સીધા બોલ પર જ પડી ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ડિફેન્સ પર ભરોસો દર્શાવવાનો હોય છે. જેના અનુસાર નહી રમવા થી બેટ્સમેન ઝડપ થી આઉટ થયા હતા. કોહલીએ મેચની જીત માં સ્પિનર અક્ષર પટેલ, અને રવિચંદ્રન અશ્વિનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, એક વિચિત્ર મેચ જે બે દિવસમાં ખતમ થઇ ગઇ હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયા તો ઘણાં લોકોને ચિંતા હતી, ત્યારે જ અક્ષર આવ્યો હતો. તે થોડી ઝડપી બોલીંગ કરે છે અને ઉંચાઇ પર થી પણ જો વિકેટ થી મદદ મળતી હોય તો કે ખૂબ ખતરનાક થઇ શકે છે.

Published On - 11:34 am, Fri, 26 February 21

Next Article