IND vs ENG: ધોનીની કેપ્ટનશીપનો મોટો રેકોર્ડ તોડવાને લઇને વિરાટ કોહલીએ આપ્યો કંઇક આવો જવાબ

|

Feb 24, 2021 | 8:27 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) પર રમાનારી છે. આ મેચમાં ટીમ ઇન્ડીયા (Team India) જીત દર્જ કરશે તો, ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) નો એક રેકોર્ડ તોડશે.

IND vs ENG: ધોનીની કેપ્ટનશીપનો મોટો રેકોર્ડ તોડવાને લઇને વિરાટ કોહલીએ આપ્યો કંઇક આવો જવાબ
વિરાટ કોહલીએ પણ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુંં.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) પર રમાનારી છે. આ મેચમાં ટીમ ઇન્ડીયા (Team India) જીત દર્જ કરશે તો, ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) નો એક રેકોર્ડ તોડશે. ઘર આંગણા પર ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 21 ટેસ્ટ મેચ જીતી છે. વિરાટ કોહલી પણ આ શ્રેણીમાં બીજી ટેસ્ટ મેચ દરમ્યાન જીત મેળવીને રેકોર્ડ ની બરાબરી કરી હતી. ડે નાઇટ ટેસ્ટ મેચથી પહેલા જ્યારે તેને ધોનીનો રેકોર્ડ તોડવાને લઇને સવાલ પુછવામાં આવ્યો તો, તેણે જવાબ આપીને સૌનુ દિલ જીતી લીધુ હતુંં.

વિરાટ કોહલીએ કહ્યુ કે, આ બિલકુલ બેકારની વાત છે, જે કદાચ બહારથી જોવામાં આવે તો સારુ લાગે છે કે બે અલગ લોકોની તુલના કરવામાં આવી રહી છે. પરંતુ અમારા બધા પર કોઇ અસર નથી પડતી હોતી. અમારા બધાની વચ્ચે મ્યુચ્યલ સમજ અને સન્માન છે. એક બીજા માટે અને પૂર્વ કેપ્ટન માટે પણ. વિરાટ કોહલીએ પણ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુંં. 2011 માં વિરાટ કોહલીએ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુંં. આ સાથે જ કોહલીએ ખૂબ જ જલ્દીથી તેણે ટીમમાં સ્થાન જમાવી દીધુ હતુંં. ધોનીએ 2014ના અંતમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. ત્યારે જ વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની પણ કેપ્ટનશપી સોંપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભારતને માટે ત્રીજી ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના રુપથી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતે ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માટે, કોઇ પણ સંજોગોમાં આ સિરીઝ જીતવી જરુરી છે. ભારતે 2-1 થી કે 3-1 થી શ્રેણીને જીતવી જરુરી છે. ટીમ અહી ત્રીજી ટેસ્ટ મેચ જીતી જાય છે તો, આ સ્ટેડિયમમાં જ રમનારી ચોથી અને અંતિમ ટેસ્ટ ડ્રો સાથે પુરી થાયો તો પણ ભારતને ફાઇમલમાં સ્થાન મળી શકે નહી. વિરાટે કહ્યુ હતુંં કે, અમાારી નજર એક મેચ જીતવી અને એક ડ્રો કરવા પર નથી. અમે બંને મેચ જીતવા માટે નો પ્રયાસ કરીશુ. અમારે માટે ક્રિકેટની બે ટેસ્ટ મેચ છે, અમારુ ધ્યાન ફક્ત તેની પર જ છે. તેના બાદ જે થશે તે બાદની વાત છે.

Next Article