IND vs ENG: પિતા બન્યા બાદ પહેલીવાર ટીમ સાથે જોડાયો વિરાટ કોહલી, જુઓ તસ્વીર

|

Jan 28, 2021 | 10:50 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પેટરનિટી લીવ બાદ હવે ટીમ સાથે જોડાઇ ગયો છે. વિરાટ 27 જાન્યુઆરીએ મુંબઇ થી ચેન્નાઇ પહોંચ્યો હતો. હાલમાં તેઓ છ દિવસ માટે આકરા ક્વોરન્ટાઇનમાં રહેવુ પડશે.

IND vs ENG: પિતા બન્યા બાદ પહેલીવાર ટીમ સાથે જોડાયો વિરાટ કોહલી, જુઓ તસ્વીર
Virat Kohli

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પેટરનિટી લીવ બાદ હવે ટીમ સાથે જોડાઇ ગયો છે. વિરાટ 27 જાન્યુઆરીએ મુંબઇથી ચેન્નાઇ પહોંચ્યો હતો. હાલમાં તેઓ છ દિવસ માટે આકરા ક્વોરન્ટાઇનમાં રહેવુ પડશે. વિરાટ કોહલી તાજેતરમાં જ પિતા બન્યા છે, ગત 11 જાન્યુઆરીએ વિરાટની પત્નિ અને બોલિવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પુત્રીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ દરમ્યાન એડિલેડ ટેસ્ટ (Adelaide Test) મેચ રમીને પેટરનિટી લીવ પર ચાલ્યો ગયો હતો. ચેન્નાઇ પહોંચેલા વિરાટ કોહલીની કેટલીક તસ્વિરો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ છે. જેમાં કોહલી બ્લેક સ્વેટર અને બ્લેક માસ્ક પહેરેલ જોવા મળી રહ્યો છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી 5 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની શરુઆત થનાર છે. સિરીઝની પ્રથમ બે મેચ ચેન્નાઇમાં રમાનાર છે. ભારત અને ઇંગ્લેંડની ટીમો ચેન્નાઇ પહોંચી ચુકી છે. હાલમાં તેઓ આકરા ક્વોરન્ટાઇનમાંથી પસાર થઇ રહી છે. ક્વોરન્ટાઇન પિરીયડ સમાપ્ત થયા બાદ બંને ટીમો ટેસ્ટ સિરીઝ માટે ટ્રેનીંગ અને પ્રેકટીશ કરી શકશે. જે માટે તેમને લગભગ ત્રણેક દિવસનો જ સમયગાળો મળી શકે છે. પિતા બનવાના બાદ વિરાટ કોહલીની આ પ્રથમ સિરીઝ હશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજીંક્ય રહાણેએ ટીમ ઇન્ડીયાની કમાન સંભાળી હતી. એડિલડ ટેસ્ટમાં હાર મળી હતી અને જે બાદ વિરાટ કોહલી રજાઓ પર ભારત પરત ફર્યા હતા. રહાણેની કેપ્ટનશીપમાં ભારતે મેલબોર્ન ટેસ્ટ જીતીને સિરીઝને બરાબર કરી દીધી હતી. સિડની ટેસ્ટને ડ્રો કરી શકવા સફળ રહ્યા હતા. જ્યારે અંતિમ નિર્ણાયક બ્રિસબેન ટેસ્ટને ભારતે ત્રણ વિકટે ઐતિહાસિક જીત મેળવી લેતા સિરીઝ જીતી લેવાઇ હતી.

 

Published On - 10:49 am, Thu, 28 January 21

Next Article