IND vs ENG: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બદલાયેલા નિયમોથી રોષે ભરાયેલો છે વિરાટ કોહલી, કહ્યુ આમ

|

Feb 09, 2021 | 10:29 PM

ચેન્નાઇમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) એ ઇંગ્લેંડ સામે 227 રન થી હાર મેળવવી પડી છે. ટીમ ઇન્ડીયાના બેટ્સમેનોનુ પ્રદર્શન બંને ઇનીંગમાં ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે.

IND vs ENG: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બદલાયેલા નિયમોથી રોષે ભરાયેલો છે વિરાટ કોહલી, કહ્યુ આમ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત હવે ચોથા નંબર પર સરકી ચુક્યુ છે.

Follow us on

ચેન્નાઇમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) એ ઇંગ્લેંડ સામે 227 રનથી હાર મેળવવી પડી છે. ટીમ ઇન્ડીયાના બેટ્સમેનોનુ પ્રદર્શન બંને ઇનીંગમાં ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે. ઇંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલીંગ કરીને ભારતીય ટીમને બીજી ઇનીંગમાં 192 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ઇંગ્લેંડના હાથે મળેલી હારના બાદ ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ના પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર સરકી છે. જ્યારે ઇંગ્લેંડની ટીમ એક નંબર પર પહોંચી ગઇ છે. પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ વિરાટ કોહલી (Virat Kohli) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના નિયમોમાં બદલાવ થી નાખુશ નજર આવી રહ્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત હવે ચોથા નંબર પર સરકી ચુક્યુ છે. તે વાતનો સવાલ કરતા જ ટીમ ઇન્ડીયાના કેપ્ટને કહ્યુ હતુ કે, અમારા માટે કંઇ પણ બદલાયુ નથી. જો તમે અચાનક લોકડાઉનમાં છો અને નિયમ બદલાઇ જાય છે, તો તમારા કંટ્રોલમાં કંઇ જ નથી હોતુ. અમારા કંટ્રોલમાં એક જ ચિજ છે, અને જે અમે ફિલ્ડ પર કરીએ છીએ. અમે ટેબલ અને બહાર ચાલી રહેલી બાબતોને લઇને પરેશાન નથી. કેટલીક ચિજોના માટે કોઇ પણ લોજીક હોતુ નથી. તમે આને લઇને કલાકો સુધી ચર્ચા કરી શકો છો. પરંતુ જે બાબતો તમારી કંટ્રોલમાં છે એક ટીમના રુપમાં મેદાનમાં સારી ક્રિકેટ રમાવાની, અમારુ બસ આજ ફોકસ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ICC એ કોરોના વાયરસના ચાલતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના નિયમોમાં બદલાવ કર્યો હતો. ICC એ ચેમ્પિયનશીપની રેન્કીંગના આધાર પોઇન્ટ ટેબલથી હટાવીને જીતની ટકાવારી પર કરી દીધા હતા. જેના હિસાબ થી જે ટીમની જીતની ટકાવારી વધારે હશે, તેનો રેન્કિંગમાં ઉપર આવવાની સંભાવના વધી જશે. ICC ના નિયમોથી શરુઆતમાં ટીમ ઇન્ડીયાને નુકશાન પહોંચ્યુ હતુ. ટીમે પોતાનુ પ્રથમ સ્થાન પણ ગુમાવી દીધુ હતુ. ભારતની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લેંડને વર્તમાન શ્રેણીમાં કોઇપણ ભોગે હરાવવુ પડશે.

Published On - 10:26 pm, Tue, 9 February 21

Next Article