IND vs ENG: ટીમોને અભ્યાસ માટે માત્ર ત્રણ જ દિવસની છુટ, જાણો કેવા છે ટીમ ક્વોરન્ટાઇન નિયમ

|

Jan 27, 2021 | 10:22 AM

ઓસ્ટ્રેલિયામાં ભારત અને શ્રીલંકામાં ઇંગ્લેંડમાં શાનદાર વિજય બાદ બંને ટીમો ભારત અને ઇંગ્લેંડ (India vs England) હવે જલદીથી એકબીજાનો સામનો કરશે. ભારત પ્રવાસ (India Tour) પર આજથી આવી રહેલી ઇંગ્લેંડની ટીમ ક્વોરન્ટાઇન (Quarantine) સમય પસાર કરશે.

IND vs ENG: ટીમોને અભ્યાસ માટે માત્ર ત્રણ જ દિવસની છુટ, જાણો કેવા છે ટીમ ક્વોરન્ટાઇન નિયમ
એક સપ્તાહ માટે બંને ટીમોને આકરા ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે

Follow us on

ઓસ્ટ્રેલીયામાં ભારત અને શ્રીલંકામાં ઇંગ્લેંડમાં શાનદાર વિજય બાદ બંને ટીમો ભારત અને ઇંગ્લેંડ (India vs England) હવે જલદી થી એકબીજાનો સામનો કરશે. ભારત પ્રવાસ (India Tour) પર આજ થી આવી રહેલી ઇંગ્લેંડની ટીમ ક્વોરન્ટાઇન (Quarantine) સમય પસાર કરશે. એક સપ્તાહ માટે બંને ટીમોને આકર ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે અને બાદમાં બંને ટીમોને ફક્ત ત્રણ જ દિવસ નો સમય પ્રેકટીશ માટે મળી રહેશે. આગામી 5 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરીઝની શરુઆત થનારી છે. ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

ભારત અને ઓસ્ટ્રલીયા વચ્ચે 5 ફેબ્રુઆરી થી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. કોરોના વારસને ચાલતા ટેસ્ટ સિરીઝ ફક્ત 2 સ્થળો સુધી જ સિમીત રાખવામાં આવી છે. સિરીઝની પ્રથમ બે મેચ ચેન્નાઇમાં રમાનારી છે અને બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદ ના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારા છે. આ સિરીઝ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) નો હિસ્સો છે.

શ્રેણીની શરુઆતની પ્રથમ બે ટેસ્ટ માટે બંને ટીમો બુધવારે ચેન્નાઇ પહોંચી રહી છે. નિયમોનુસાર બંને ટીમોએ ચેન્નાઇની હોટલમાં છ દિવસ માટે આકરા ક્વોરન્ટાઇનમાં રહેવુ પડશે. ઇએસપીએન-ક્રિકઇન્ફોની રીપોર્ટનુસાર બંને ટીમોને માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા એક આલિશાન હોટલ બુક કરી છે. જેમાં બાયો સિક્યોર માહોલ તૈયાર કરવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખેલાડીઓના પરીવારને પોતાના સાથે રાખવા માટેની અનુમતી પણ આપવામા આવી છે. પરંતુ છ દિવસના ક્વોરન્ટાઇન દરમ્યાન હોટલની બહાર પગ રાખી શકાશે નહી. આમ ટીમો ફક્ત આગામી બીજી,ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીના દિવસોમાં જ ટ્રેનિંગ અને પ્રેકટીશ કરી શકશે.

રિપોર્ટ મુજબ તામિલનાડુ ક્રિકેટ એસોશિએશન (TNCA) એ ખેલાડીઓને સ્વિમીંગ પુલના ઉપયોગ માટે રાજ્ય સરકાર તરફ થી વિશેષ અનુમતી મેળવી છે. જોકે છ દિવસના સખત ક્વોરન્ટાઇન પુર્ણ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવામા આવી શકશે. સાથે જ કોરોના થી બચવા માટે ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને પિરવારના સભ્યોને કોઇ પણ સંજોગોમાં બાયો સિક્યોર બબલની બહાર જવા દેવામાં નહી આવે. એટલે કે ફક્ત હોટલ થી મેદાન સુધી જ આવન જાવન કરી શકાશે. એ સિવાય પણ ક્યાંય પણ આવન જાવન કરી શકાશે નહી.

ભારત સરકાર દ્રારા છુટછાટ છતાં પણ TNCA એ ચેન્નાઇમાં રમાનારી બંને ટેસ્ટ માટે દર્શકોને સ્ટેડિયમ માટે પ્રવેશ નથી આપ્યો. કેન્દ્ર સરકાર એ આઉટડોર સ્પોર્ટ માટે 50 ટકા દર્શકોની છુટ આપી છે. જોકે અમદાવાદ ટેસ્ટ માટે હજુ સુધી કોઇ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. ઇંગ્લેંડના 32 સદસ્યોનુ દળ આજે બુધવારે ચેન્નાઇ પહોંચશે. જ્યાં અગાઉ થી જ મોજૂદ બેન સ્ટોક્સ અને રોરી બર્ન્સ તેમજ જોફ્રા આર્ચર સાથે જોડાશે.

Next Article