IND vs ENG: સચિન તેંડુલકરનું અનુમાન, સાબરમતી નદીને લઈને અમદાવાદ ટેસ્ટ પર થઈ શકે છે મોટી અસર

|

Feb 25, 2021 | 12:07 AM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે.

IND vs ENG: સચિન તેંડુલકરનું અનુમાન, સાબરમતી નદીને લઈને અમદાવાદ ટેસ્ટ પર થઈ શકે છે મોટી અસર
Sachin Tendulkar (File Image)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વની છે, કારણ કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલ સીટ દાવ પર છે. આ મેચને જીતવા માટે બંને ટીમ શ્રેણીમાં લીડ લેવા કમર કસી લેશે. પિંક બોલથી રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં બોલીંગની ભૂમિકા મહત્વની છે. પરંતુ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ એક વિશેષ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યુ હતુ કે, જે કામ અહીં બોલર નથી કરી શક્યા એ કામ અહી વહેતી સાબરમતી (Sabarmati) નદી કરશે.

 

આ પીચને લઈને ટેસ્ટ મેચની શરુઆત પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી. કેટલાક દિવસો પહેલા અહી ઘાસ પણ હતુ, પરંતુ મેચ શરુ થવા પહેલા આપવામાં આવેલ પીચ રિપોર્ટનુ માનીએ તો પિચ ડ્રાય છે. તેમાં ક્રેક પણ છે જે સ્પિનરો માટે સારી વાત છે. સચિને બતાવ્યુ હતુ કે, સ્ટેડિયમ પાસે સાબરમતી નદી હોવાને લઈને ભેજ રહેશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Narendra Modi Stadium

 

સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં ભારતમાં પીચનો રંગ દિવસની સાથે સાથે બદલાતો જતો હોય છે. પીચ તુટતી પણ હોય છે અને પોતાનો વ્યવહાર પણ બદલતી હોય છે. પરંતુ સચિનની વાતને માનીએ તો તેના હિસાબથી સ્ટેડિયમની પાસે સાબરમતી નદી છે અને જેને લઈને ભેજ જળવાઈ રહેવાથી પીચનો રંગ સંપુર્ણ મેચ દરમ્યાન એક જેવો રહેશે. ભેજને લઈને બોલરોને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને સાંજના સમયે.

 

આમ પણ જોવામાં આવે તો પ્રથમ દિવસથી જ પીચ પર સ્પિનરોને મદદ મળતી જોઈ શકાય છે. ઇંગ્લેંડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ લોકલ બોય અક્ષર પટેલે અંગ્રેજોની કમર જ તોડી નાંખી હતી. તેણે 6 વિકેટ ઝડપીને ઈંગ્લેંડની પ્રથમ ઈનીંગને 112 રન પર જ સમેટી લીધી હતી. અક્ષર બાદ અશ્વિને પણ ત્રણ વિકેટ ઝડપી હતી. પોતાની 100મી ટેસ્ટ રમતા ઈશાંત શર્માએ પણ એક વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: Ahmedabad Test: ઈશાંત શર્મા 100મી ટેસ્ટ રમનારા બીજા ભારતીય ઝડપી બોલર બન્યા

Next Article