IND vs ENG: સૂર્યકૂમાર યાદવ અને ઈશાન કિશનની સફળતા માટે સચિન તેંડુલકરે IPLને આપ્યો શ્રેય

|

Mar 20, 2021 | 4:25 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ ઓપનર બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને ઈશાન કિશન (Suryakumar Yadav)ના ટીમ ઈન્ડીયામાં સમાવેશને લઈને વાત કરી હતી.

IND vs ENG: સૂર્યકૂમાર યાદવ અને ઈશાન કિશનની સફળતા માટે સચિન તેંડુલકરે IPLને આપ્યો શ્રેય
Sachin Tendulkar

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ ઓપનર બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને ઈશાન કિશન (Suryakumar Yadav)ના ટીમ ઈન્ડીયામાં સમાવેશને લઈને વાત કરી હતી. સચિને આ બંનેની સફળતાને લઈને IPLને શ્રેય આપ્યો હતો. IPLમાં મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) માટે રમી રહેલા આ બંને બેટ્સમેનોએ T20માં ભારત માટે ડેબ્યુ કર્યુ હતુ. બંનેએ પોત પોતાની પ્રથમ ઈનીંગને શાનદાર રીતે રમી હતી. બંનેએ અર્ધ શતક લગાવ્યા હતા. સચિને વાત કરતા કહ્યુ હતુ કે, સૂર્યકુમાર અને ઈશાન બંનેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પૂરી રીતે તૈયાર છે. તેના માટે હું શરુઆતથી જ માની રહ્યો છુ કે. તેનો પૂરો શ્રેય IPLને જાય છે.

 

સચિને માન્યુ હતુ કે, ટીમ ઈન્ડીયાની બેંચ સ્ટ્રેન્થ તૈયાર કરવામાં આઈપીએલનું મોટુ યોગદાન છે. કારણ કે આઈપીએલ લીગમાં ખેલાડીઓને વિશ્વ સ્તરના ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળ્યો છે. જેનો તેમને ખૂબ ફાયદો મળ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે હું રમતો હતો ત્યારે વાસિમ અક્રમની સામે નહોતો રમ્યો. જ્યારે અમે ઓસ્ટ્રેલિયામાં રમ્યા હતા તે પહેલા હું શેન વોર્ન, ક્રેગ મેકડરમોટ અથવા મર્વ હ્યૂઝના સામે નહોતો રમ્યો. અમે જ્યારે ત્યાં જતા હતા અને પછી દરેક વાતને લઈને જાણકારી મેળવવી પડતી હતી કે, શુ થયુ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

સચિને કહ્યુ હતુ તે આઈપીએલના કારણે ઘરેલુ સ્તરના ખેલાડીઓને પણ મોટા ખેલાડીઓની સાથે અથવા તેમના વિરુદ્ધ રમવાનો મોકો મળ્યો છે. સાથે જ તેઓ તેવા ખેલાડીઓની સાથે ખભાથી ખભો મિલાવીને ચાલતા જોઈ શકાય છે. હું જ્યારે ચોથી મેચ જોઈ રહ્યો હતો તો સૂર્યકુમાર બેટીંગ કરી રહ્યો હતો અને જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ તેને બોલીંગ કરી રહ્યા હતા. કોમેન્ટેટરે કહ્યુ કે સૂર્યા ના માટે આ નવુ નથી, કારણ કે તે રાજસ્થાન રોયલ્સ સામે રમી ચુક્યો છે.

 

સચિને આગળ પણ કહ્યુ કે આર્ચર અને સ્ટોક્સ બંને રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા, એટલા માટે સૂર્યાને નવુ નહોતુ. સાથે જ તે જાણતો હતો કે, તેઓ શું કરે છે કારણ કે તેમના સામે તે પહેલા જ રમી ચુક્યો છે.એટલા માટે જ આ પ્રથમ વખત નહોતુ. તેંડુલકરે કહ્યુ કે, આ જ કારણ છે કે હું કહી રહ્યો છુ કે, બંને ખેલાડીઓ ભારત માટે રમવાને લઈને તૈયાર છે, આજ બતાવે છે કે હવે અમારી બેંચ સ્ટ્રેન્થ શું છે. તે ખરેખર જ ખૂબ મજબૂત છે. એટલા માટે જ હવે અમારી ક્રિકેટની ખૂબસુરતી એ જ છે કે, આવા અનેક ખેલાડી છે કે, તેઓ રમવા માટે તૈયાર છે.

 

આ પણ વાંચો: IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સને સૌથી સફળ ટીમ બનાવી રાખવા પાછળ છે ‘હિટમેન’ નું ટેલેન્ટ, જાણો

Next Article