IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સને સૌથી સફળ ટીમ બનાવી રાખવા પાછળ છે ‘હિટમેન’ નું ટેલેન્ટ, જાણો

હિટમેનથી ઓળખાતો રોહિત શર્મા (Rohit Sharma). આ નામ IPl ના સૌથી સફળ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. માત્ર સફળ ખેલાડી જ નહી, પરંતુ સફળ કેપ્ટન તરીકે પણ આ જ નામ IPL માં લેવામાં આવે છે.

IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સને સૌથી સફળ ટીમ બનાવી રાખવા પાછળ છે 'હિટમેન' નું ટેલેન્ટ, જાણો
Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 20, 2021 | 1:49 PM

હિટમેનથી ઓળખાતો રોહિત શર્મા (Rohit Sharma), આ નામ IPL ના સૌથી સફળ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. માત્ર સફળ ખેલાડી જ નહી, પરંતુ સફળ કેપ્ટન તરીકે પણ આ જ નામ IPL માં લેવામાં આવે છે. મુંબઇ ઇન્ડીયન (Mumbai Indians) ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાંચ વાર ટીમ મુંબઇને આઇપીએલનું ટાઇટલ (IPL Title) અપાવ્યું છે. T20 ફોર્મેટમાં સફળ ખેલાડી અને કેપ્ટન તરીકે અનેક ચર્ચાઓ તેના નામની થતી રહેતી હોય છે. આઇપીએલની આગામી સિઝનમાં પણ સૌ કોઇની નજર રોહિત શર્મા પર ઠરેલી છે. રોહિત શર્મા જબરદસ્ત બેટીંગ તો કરી જ લે છે, સાથે શાંત મગજથી મેદાન પર તેના નિર્ણયો પણ વખાણવાને લાયક રહ્યા છે.

વર્ષ 2008 થી જ આઇપીએલનો હિસ્સો બનેલો રોહિત શર્મા મુંબઇ ઇન્ડીયન્સ અગાઉ 2010 સુધી Deccan Chargers સાથે જોડાયો હતો. ડેક્કનને 2009 માં ટ્રોફી જીતાડવામાં રોહિત શર્માએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. ત્યારબાદ 2011 થી મુંબઇ ઇન્ડીયન્સ સાથે જોડાયો હતો. મુંબઇ ઇન્ડીયન્સ એ તેને 2011 માં જ આઇપીએલ ઓકશન (IPL Auction) દરમ્યાન ખરીદ કર્યો હતો. બે વર્ષમાં જ તે મુંબઇ ઇન્ડીયન્સની ટીમનો કેપ્ટન તરીકે પંસદગી પામ્યો હતો. 2013 થી તે મુંબઇનો કેપ્ટન રહ્યો છે અને તેણે પાંચ વાર આઇપીએલ ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે. કેપ્ટનશીપ સંભાળ્યાના પ્રથમ વર્ષે જ તે આઇપીએલ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020 માં તેણે મુંબઇ ઇન્ડીયન્સને આઇપીએલ ટુર્નામેન્ટ વિજેતા બનાવી હતી.

વર્ષ 2015માં રોહિત શર્માની કેપ્ટનશીપ જાણે અગ્નિપરીક્ષા રુપ સાબિત થઇ હતી, જેમાં તે સફળ રહ્યો હતો. 2015 ની સિઝન દરમ્યાન મુંબઇ ઇન્ડીયન્સ પ્રથમ હાફની 6 મેચમાંથી માત્ર 1 જ મેચ જીત્યું હતું. આમ સંઘર્ષની સ્થિતીમાં રોહિત શર્માની આગેવાનીમાં જબરદસ્ત વાપસી કરતી રમત રમીને ટીમને ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચાડી હતી. ફાઇનલમાં ટીમે ટુર્નામેન્ટને જીતી લીધી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

હિટમેન રોહિતની બેટીંગ સ્ટાઇલ આક્રમક છે. તે મેચને કોઇ પણ પરિસ્થીતીમાં જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તે સામાન્ય રીતે મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ઓપનર બેટ્સમેન છે. તેણે આઇપીએલમાં 1 શતક લગાવ્યું છે અને 39 અર્ધશતક લગાવ્યા છે. તેણે એક માત્ર શતક વર્ષ 2012 માં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામે ફટકાર્યુ હતું. આઇપીએલનો તે તેનો સૌથી હાઇએસ્ટ સ્કોર અણનમ 109 રનનો છે. તેણે આઇપીએલમાં 200 મેચ રમીને 5230 રન કર્યા છે. વર્ષ 2013 ની આઇપીએલ સિઝનમાં તેણે સૌથી વધુ 538 રન કર્યા હતા.

આઇપીએલ દરમ્યાન વર્ષ 2016 માં હિટમેને ટુર્નામેન્ટમાં પાંચ વાર અર્ધ શતક લગાવ્યા હતા. વર્ષ 2013 અને 2008 માં તે 4-4 વાર અર્ધશતક સિઝનમાં લગાવી ચુક્યો છે. રોહિત શર્માની એવરેજની વાત કરવામાં આવે તો તે 31.31 ની સરેરાશ ધરાવે છે. જ્યારે 130.61 નો સ્ટ્રાઇક રેટ ધરાવે છે. આઇપીએલમાં તે 458 ચોગ્ગા અને 213 છગ્ગા લગાવી ચુક્યો છે. આઇપીએલ સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન ડે ફોર્મેટમાં તે પોતાના નામે 3 બેવડી સદી નોંધાવી ચુકેલો છે.

રોહિત શર્માએ આમ તો તેના ક્રિકેટ કેરિયરની શરુઆતનો પ્રયાસ ઓફ સ્પિનરથી કર્યો હતો, પરંતુ બાદમાં એક્સપર્ટની સલાહથી તેણે બેટીંગમાં કેરિયર બનાવ્યું હતું. આઇપીએલમાં તે નિયમીત બોલીંગ કરતો નથી. જોકે આમ છતાં પણ તેના નામે 15 વિકેટ નોંધાયેલી છે. વર્ષ 2014 બાદ તેણે આઇપીએલમાં બોલીંગ કરી નથી. 2009માં તેણે ડેક્કન ચાર્જીસ તરફથી આઇપીએલમાં રમતા સિઝનમાં 11 વિકેટ ઝડપી હતી. આ માટે તેણે 138 બોલ નાંખીને 161 રન આપ્યા હતા.

વર્ષ 2008 માં આઇપીએલ પ્રવેશ વેળા જ રોહિત શર્માને 4.8 કરોડની રકમથી ખરીદવામાં આવ્યો હતો. ડેક્કન ચાર્જીસે તેને ખરીદ કર્યો હતો. વર્ષ 2011 માં તેને મુંબઇ ઇન્ડીયન્સે 9.2 કરોડની કિંમતે ખરીદ કર્યો હતો. જે સિઝનમાં રોહિતે 372 રન કર્યા હતા. 2014 માં રોહિતને મુંબઇએ 12.5 કરોડ અને 2018માં 15 કરોડ રુપિયા ચુકવ્યા હતા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">