IND vs ENG: ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી પહેલા જ રાહુલ તેવટીયા અને વરુણ ચક્રવર્તી ફિટનેસ ટેસ્ટમાં થયા ફેલ

|

Mar 04, 2021 | 12:01 AM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારથી શરુ થનારી છે. આ મેચ બાદ બંને દેશો વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ રમાનારી છે.

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી પહેલા જ રાહુલ તેવટીયા અને વરુણ ચક્રવર્તી ફિટનેસ ટેસ્ટમાં થયા ફેલ
Rahul Tewatia-Varun Chakraborty

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારથી શરુ થનારી છે. આ મેચ બાદ બંને દેશો વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ રમાનારી છે. જે સિરીઝની તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. આ સિરીઝ શરુ થવા પહેલા જ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા વધી ચુકી છે. કારણ કે પ્રથમ વખત જ ટીમમાં સામેલ કરવામાં આવેલા રાહુલ તેવટીયા (Rahul Tewatia) ફિટનેસ ટેસ્ટને પાસ કરી શક્યો નથી. આ ઉપરાંત વરુણ ચક્રવર્તી (Varun Chakraborty) પણ ફિટનેસના માપદંડોમાં સફળ થઈ શક્યો નથી.

 

ધ ટેલીગ્રાફના રિપોર્ટનુસાર બંને ખેલાડીઓ બોર્ડ દ્વારા આયોજીત કરવામાં આવેલા ફિટનેસ ટેસ્ટને પાસ કરી શક્યા નથી. જોકે બંનેએ તેને લઈને નિરાશ થવાની કોઈ જ જરુર નથી. કારણ કે તેમની પાસે ટેસ્ટ પાસ કરવા માટે વધુ એક મોકો મળનારો છે. બીસીસીઆઈના ફિટનેસ ક્રાઈટેરિયા મુજબ નેશનલ ટીમના પ્લેયરે ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે યો-યો ટેસ્ટમાં 17:1 સ્કોર હાંસલ કરવો જરુરી છે અથવા તો 8. 3 મિનીટમાં બે કિલોમીટરની દોડ દોડવી જરુરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

તેવટીયાની વાત કરવામાં આવે તો પાછળની આઈપીએલ સિઝનમાં તેનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. તેના રહેતા પણ રાજસ્થાન રોયલ્સ ટાઈટલ સુધી પહોંચી નહોતી શકી, પરંતુ તેના પ્રદર્શનથી લોકો તેના ચાહક બની ચુક્યા હતા. તેણે કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શેલ્ડન કોટ્રેલની સામે એક જ ઓવરમાં પાંચ છગ્ગા લગાવી દીધા હતા. જે મેચમાં તેની રમતે રાજસ્થાનને જબરદસ્ત યાદગાર જીત અપાવી હતી. હરિયાણાના આ ઓલરાઉન્ડર પુરી સિઝનમાં ટીમ તરફથી 255 રન બનાવ્યા હતા. સાથે જ 14 વિકેટ પણ ઝડપી હતી.

 

આ પણ વાંચો: Maharashtraમાં કોરોનાનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 9,855 કેસ નોંધાયા

Next Article