Ind vs Eng Preview: આજે ભારત પાસે શ્રેણી જીતી લેવા પ્રથમ મોકો, ઇંગ્લેંડ સામે શ્રેણી બચાવી રાખવાનો પડકાર

|

Mar 26, 2021 | 9:45 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે શુક્રવારે પુણેમાં વન ડે શ્રેણીની બીજી મેચ રમાનારી છે. બંને ટીમો પાસે કેટલાક લક્ષ્ય રહેશે. ભારતીય ટીમ (Team India) ઇચ્છશે કે ઇંગ્લેંડ ની ટીમ તેમની માફક પહેલી મેચ હારીને વાપસી ના કરે.

Ind vs Eng Preview: આજે ભારત પાસે શ્રેણી જીતી લેવા પ્રથમ મોકો, ઇંગ્લેંડ સામે શ્રેણી બચાવી રાખવાનો પડકાર
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે શુક્રવારે પુણેમાં વન ડે શ્રેણીની બીજી મેચ રમાનારી છે. બંને ટીમો પાસે કેટલાક લક્ષ્ય રહેશે. ભારતીય ટીમ (Team India) ઇચ્છશે કે ઇંગ્લેંડ ની ટીમ તેમની માફક પહેલી મેચ હારીને વાપસી ના કરે. તો ઇંગ્લીશ ટીમ પણ T20 સિરીઝની માફક જ ભારતના પ્રદર્શન થી શબક લઇને ટીમ ઇન્ડીયા સાથે બરાબરી કરવા ઇચ્છશે. ભારતે સિરીઝની પ્રથમ મેચમાં ઉતાર-ચઢાવ દરમ્ચાન મેચ પોતાના પક્ષે કરીને 66 રને જીત મેળવી હતી. આવનારી ટુર્નામેન્ટના હિસાબ થી તો હાલની સિરીઝનુ ખાસ કોઇ મહત્વ નથી. પરંતુ આ બહાને ટીમ ઇન્ડીયા એ નવા બે ખેલાડીઓને પારખી લીધા છે. તે બંને ખેલાડીઓ જ પ્રથમ મેચમાં ભારતની જીતના હિરો રહ્યા હતા.

પુણે (Pune) ના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે 317 રનનો સ્કોર ખડક્યો હતો. શિખર ધવન (Sikhar Dhawan) એ બહેતરીન 98 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ 56 રનની ઇનીંગ રમી હતી. જોકે અસલી માહોલ પેદા કર્યો કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ. વન ડે ફોર્મેટમાં ડેબ્યૂ કરતા કૃણાલે રેકોર્ડબ્રેક અર્ધશતક લગાવી દીધુ હતુ, તેણે 31 બોલમાં 58 રનની ઇનીંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ (KL Rahul) એ પણ ફોર્મમાં વાપસી કરતા 62 રનની ઇનીંગ રમી હતી.

બેટીંગમાં નથી પરેશાની
બેટીંગના દ્રષ્ટીકોણ થી જોવામાં આવે તો, ટીમ ઇન્ડીયામાં કોઇ જ પરેશાની જોવા મળતી નથી. જોકે રોહિત શર્મા (Rohit Sharma) પ્રથમ મેચમાં ફક્ત 28 રન પર વિકેટ ગુમાવી બેઠા હતા. જોકે રોહિત હાલના દિવસોમાં જે પ્રમાણે ફોર્મમાં તેને જોતા ટીમને વધારે ચિંતા નહી વર્તાય. જોકે. ભારતીય ટીમ આશા કરશે કે, પ્રથમ બેટીંગ કરવાની સ્થિતીમાં રોહિત અને શિખર ધવન ઝડપી શરુઆત અપાવશે. જે રીતે ઇંગ્લેંડ માટે પ્રથમ મેચમાં જોની બેયરસ્ટો અને જેસન રોય એ શરુઆત કરી હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

શ્રેયસ ઐયરનો રિપ્લેસમેન્ટ
કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીના સામે સૌથી મોટો નિર્ણય શ્રેયસ ઐયરના વિકલ્પને લઇને હશે. શ્રેયસ પ્રથમ મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન ખભાની ઇજાને લઇને બહાર થઇ ચુક્યો છે. જેને લઇને હવે તે કેટલાક સપ્તાહ ક્રિકેટથી દુર રહેવા માટે મજબૂર બન્યો છે. ચોથા નંબર પર શ્રેયસ ઐયર પાછળના એક કરતા વધારે વર્ષથી મહત્વનો બેટ્સમેન રહ્યો છે. જો કે હાલના પ્રદર્શનને જોતા ટીમ પાસે બે મજબૂત વિકલ્પ છે. એક ઋષભ પંત અને બીજો સૂર્ય કુમાર યાદવ.

ઋષભ પંત પહેલા પણ આ જવાબદારી નિભાવી ચુક્યો છે. ટેસ્ટ અને T20 માં તેણે બતાવ્ચુ છે કે, તે સારા ફોર્મમાં છે. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) પણ આ ભૂમિકા માટે વધારે આગળ નજર આવી રહ્યો છે. સૂર્યકુમાર પણ આ રોલને નિભાવી ચુક્યો છે. અને T20 સિરીઝમાં ત્રીજા નંબર પર શાનદાર રમત દર્શાવી ચુક્યો છે.

ઇંગ્લેંડને ઇજાની સમસ્યા
બીજી તરફ ઇંગ્લેંડ સામે બે મોટા પડકારો છે. પ્રથમ તો એ કે કોઇ પણ રીતે સિરીઝમાં પરત ફરવામાં આવે. બીજો પડકાર છે કે, કેપ્ટન ઇયોન મોર્ગન અને સેમબિલીંગ્સનુ સ્થાન કોણ લેશે. બંને ખેલાડીઓને પ્રથમ મેચમાં ઇજા પહોંચી હતી. મોર્ગન શ્રેણીમાંથી બહાર થઇ ચુક્યો છે, તો બિલીગ્સ બીજી વન ડે થી બહાર થઇ ગયો છે. આવી સ્થિતીમાં રિપ્લેસમેન્ટ એ મોટી સમસ્યા બની રહેશે.

Next Article