IND vs ENG: ઇશાંત શર્માની 100 ટેસ્ટને લઇને રાષ્ટ્રપતિ એ સ્મૃતી ચિન્હ આપ્યુ, અમિત શાહે કેપ આપી

|

Feb 24, 2021 | 4:39 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadiu) માં ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વાર ડે નાઇટ ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઇ રહી છે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ઝડપી બોલર ઇશાંત શર્માએ કમાલની ઉપલબ્ધી પોતાના ટેસ્ટ કેરિયરમાં હાંસલ કરી છે.

IND vs ENG: ઇશાંત શર્માની 100 ટેસ્ટને લઇને રાષ્ટ્રપતિ એ સ્મૃતી ચિન્હ આપ્યુ, અમિત શાહે કેપ આપી
રાષ્ટ્રપતિ અને કેન્દ્રિય ગૃહ પ્રધાને તેની ઉપલબ્ધીને લઇને ખાસ શુભેચ્છા પાઠવી હતી.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadiu) માં ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વાર ડે નાઇટ ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઇ રહી છે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ઝડપી બોલર ઇશાંત શર્માએ કમાલની ઉપલબ્ધી પોતાના ટેસ્ટ કેરિયરમાં હાંસલ કરી છે. ઇશાંત શર્મા ભારતીય ક્રિકેટ ટેસ્ટ ઇતિહાસમાં બીજા ઝડપી બોલર બન્યા છે, જેણે 100 ટેસ્ટ મેચ રમવાનુ ગૌરવ હાંસલ કર્યુ છે. આ પહેલા કપિલ દેવ એ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. જેને લઇને તેની આ ખાસ પ્રસંગને લઇને દેશના રાષ્ટ્રપતિ (President of India) અને કેન્દ્રિય ગૃહ પ્રધાને (Home Minister) તેની ઉપલબ્ધીને લઇને ખાસ શુભેચ્છા પાઠવી હતી.

ઇશાંત શર્મા ભારતનો 11 ખેલાડી છે, જેમે 100 મેચના આંકડાને સ્પર્શ કર્યો હોય. ભારત તરફ થી સૌથી પહેલા 100 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ સુનિલ ગાવાસ્કરના નામે 1984માં નોંધાયો હતો. ત્યાર બાદ 1988માં વેંકટેશ પ્રસાદ એ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. ઇશાંત શર્મા એ 2021માં ઇંગ્લેંડ સામેની મેચમાં આ મુકામ હાંસલ કર્યો છે. તેના 100 ટેસ્ટ મેચના યાદગાર પ્રસંદને લઇને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) વિશેષ શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ ઇશાંત શર્માને સ્મૃતિ ચિન્હ ભેટ આપ્યુ હતુ. જ્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સ્પેશિયલ કેપ અર્પણ કરી હતી. આ પહેલા 100 ટેસ્ટ મેચ ઝડપી બોલરના રુપમાં કપિલ દેવ એ રમી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઇશાંત શર્માના ટેસ્ટ કેરિયરની વાત કરવામાં આવે તો, 99 ટેસ્ટ મેચમાં તેણે 302 વિકેટ ઝડપી છે. તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 74 રન આપીને 7 વિકેટ એક ઇનીંગનુ રહ્યુ છે. તો એક ટેસ્ટ મેચમાં 108 રન આપીને 10 વિકેટ ઝડપી છે. તેણે ટેસ્ટ કેરિયરમાં 11 વખત પાંચ વિકેટ, તો એક વખત 10 વિકેટ ઝડપી છે. ભારત માટે તે 80 વન ડે અને 14 ટી20 આંતર રાષ્ટ્રીય મેત રમી ચુક્યો છે.

100 ટેસ્ટ મેચ રમનારા ભારતીય ખેલાડી

સુનિલ ગાવાસ્કર 1984
દિલીપ વેંગસકર 1988
કપિલ દેવ 1989
સચિન તેંદુલકર 2002
અનિલ કુંબલે 2005
રાહુલ દ્રવિડ 2006
સૌરવ ગાંગુલી 2007
વીવીએસ લક્ષ્મણ 2008
વિરેન્દ્ર સહેવાગ 2012
હરભજનસિંહ 2013
ઇશાંત શર્મા 2021

Next Article