IND vs ENG: ઇંગ્લેંડ સામે T-20 શ્રેણીની તૈયારીઓ કરવા મોટેરામાં પરસેવો વહાવવો શરુ કર્યો, જુઓ વિડીયો

|

Mar 09, 2021 | 10:37 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 12મી માર્ચથી શરુ થઇ રહેલી પાંચ મેચની T20 સિરીઝ પહેલા ટીમના ખેલાડીઓ મેદાન પર ખૂબ પરસેવો વહાવવા લાગી ચુક્યા છે.

IND vs ENG: ઇંગ્લેંડ સામે T-20 શ્રેણીની તૈયારીઓ કરવા મોટેરામાં પરસેવો વહાવવો શરુ કર્યો, જુઓ વિડીયો
ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 12 મી માર્ચ થી T20 શ્રેણીની શરુઆથ થઇ રહી છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 12 મી માર્ચથી શરુ થઇ રહેલી પાંચ મેચની T20 સિરીઝ પહેલા ટીમના ખેલાડીઓ મેદાન પર ખૂબ પરસેવો વહાવવા લાગી ચુક્યા છે. BCCI દ્રારા શેર કરવામાં આવેલા વિડીયોમાં વિરાટ કોહલી (Virat Kohli), કેએલ રાહુલ (KL Rahul), રોહિત શર્મા (Rohit Sharma) અને ઋષભ પંત (Rishabh Pant) એ નેટમાં દમદાર શોટ્સ લગાવતા નજરે આવ્યા હતા. જ્યારે શિખર ધવન, ભુવનેશ્વર કુમાર સહિત અનેક ખેલાડીઓ પોતાની ફિલ્ડીંગ પર મહેનત કરતા જોવા મળ્યા હતા. T20 સિરીઝની તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાશે.

ઇંગ્લેંડ ની સામે રમાનારી T20 શ્રેણી માટે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, રાહુલ તેવટીયા જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ સિરીઝમાં લગાતાર દમદાર પ્રદર્શન કરવા વાળા ઋષભ પંત અને ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં પરત ફર્યા છે. બોલરોમાં ટી નટરાજન, નવદિપ સૈની અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જોકે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારતે ઇંગ્લેંડને હાલમાં જ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં 3-1 થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન ની ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડીયાએ ઇંગ્લેંડને એક ઇનીંગ અને 25 રનથી હાર આપી હતી.રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની સ્પિન જોડીની આગળ ઇંગ્લીશ બેટસમેન શ્રેણી દરમ્યાન સંઘર્ષ કરતા દેખાવા લાગ્યા હતા. અશ્વિન એ ચાર મેચોમાં 32 તો ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ડેબ્યુ શ્રેણીમાં અક્ષર પટેલે 27 વિકેટ પોતાના નામે કરી હતી.

 

Published On - 10:34 pm, Tue, 9 March 21

Next Article