IND vs ENG: જો રુટ એ 100 મા મુકામ પર શતક ફટકારી આવુ પરાક્રમ કરનારો વિશ્વનો 9 મો ખેલાડી બન્યો

ક્રિકેટ ઇતિહાસમાં ભાગ્યેજ કોઇ ક્રિકેટરને નસિબ થાય એવો મોકો કેપ્ટન જો રુટ (Jo Root) ની સાથે થયો હતો. ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ની પ્રથમ પારીમાં શતક ફટકારીને ઇંગ્લેંડ (England) ના કેપ્ટન જો રુટ એ, પોતાના કેરિયરની 100 મી મેચને કાયમ માટે યાદગાર બનાવી લીધી છે.

IND vs ENG: જો રુટ એ 100 મા મુકામ પર શતક ફટકારી આવુ પરાક્રમ કરનારો વિશ્વનો 9 મો ખેલાડી બન્યો
કેપ્ટન જો રુટના કેરિયરનુ 20મી શતક હતુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:43 AM

ક્રિકેટ ઇતિહાસમાં ભાગ્યે જ કોઇ ક્રિકેટરને નસિબ થાય, એવો મોકો કેપ્ટન જો રુટ (Jo Root) ની સાથે થયો હતો. ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ની પ્રથમ પારીમાં શતક ફટકારીને ઇંગ્લેંડ (England) ના કેપ્ટન જો રુટ એ, પોતાના કેરિયરની 100 મી મેચને કાયમ માટે યાદગાર બનાવી લીધી છે. જો રુટ એ 100 મી ટેસ્ટમાં પોતાનુ શતક 164 બોલમાં પુરુ કરી લીધુ હતુ. જેમાં 12 ચોગ્ગા સામેલ છે. આ તેમના કેરિયરનુ 20મુ શતક હતુ. ભારત સામે ફટકારેલુ 5મુ અર્ઘશતક હતુ. તો વળી ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં લગાતાર ત્રીજુ શતક છે.

જો રુટ સ્પિન માટે શાનદાર ખેલાડી છે, તે વાત તેમણે શ્રીલંકા પ્રવાસ દરમ્યાન બતાવી હતી. જ્યારે ભારતીય પિચ પર પણ તે શાનદાર રીતે રમત રમતા જોવા મળ્યા હતા. ઇંગ્લેંડની બે વિકેટ ગુમાવ્યા બાદ ચેન્નાઇની પિચ પર બેટીંગ માટે ઉતર્યા હતા. તેમણે તેમની પારીની શરુઆત સંભાળીને કરી હતી. જ્યારે રુટ પોતાની બેટીંગને પેસ કરી અને બાદમાં તેણે સિબલેને પણ પાછળ મુકી દીધો હતો. ક્યારે શતક પુરુ કરી લીધુ તે સમજણ ના પડી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ચેન્નાઇ ટેસ્ટની પ્રથમ પારીમાં જો રુટનુ આ શતક તેના બેટથી નિકળેલુ લગાતાર ત્રીજુ શતક છે. આ પહેલા શ્રીલંકામાં ગોલમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 228 અને 186 રનની બે શાનદારી પારી રમી હતી. પોતાના કેરીયરની 100મી ટેસ્ટને રમતા રુટએ શતક ફટકારી દીધુ હતુ. તેણે ત્રીજી વિકેટ માટે ડોમ સિબલેની સાથે શાનદાર શતકિય પારી રમી હતી. જેણે ઇંગ્લેંડને મજબૂત સ્થિતીમાં મુક્યુ હતુ.

ટેસ્ટ કેરિયરના 100મી મેચમાં શતક ફટકારનારા ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ દુનિયાનો 9મો ખેલાડી છે. તો કાઉડ્રે, ગોર્ડન ગ્રિનીઝ અને એલેક સ્ટીવર્ટ બાદ આ પ્રકારનુ કરનારો તે ચોથો ઇંગ્લીશ ક્રિકેટર છે. પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ અને ઇંઝમામ-ઉલ-હકના બાદ જો રુટ ત્રીજો ખેલાડી છે. જેણે ભારત સામે 100મી ટેસ્ટ રમતા શતક લગાવ્યુ હોય. 100મી ટેસ્ટમાં શતક લગાવવાનો કમાલ અત્યાર સુધીમાં એક પણ ભારતીય ખેલાડી કરી શક્યો નથી. એટલા માટે એલીટ ક્લબમાં સામેલ 9 બેટ્સમેનોમાં 4 ઇંગ્લેંડનો છે અને 2 પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના બે-બે ખેલાડીનો સમાવેશ કરવાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">