IND vs ENG: કેરીયરમાં ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે જસપ્રિત બુમરાહ, રચ્યો અનોખો રેકોર્ડ

IND vs ENG: કેરીયરમાં ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે જસપ્રિત બુમરાહ, રચ્યો અનોખો રેકોર્ડ
જસપ્રિત બુમરાહએ વિદેશી ધરતી પર રમેલી 17 ટેસ્ટ મેચ પૈકી 7 ટેસ્ટ તે ઓસ્ટ્રેલીયામાં રમી ચુક્યો છે.

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ઇંગ્લેડની સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ના પ્રથમ દિવસે મેદાનમાં ઉતરતા જ અનોખો રેકોર્ડ રચ્યો છે. કદાચ લોકોને ખૂબ ઓછી જાણકારી હશે કે, બુમરાહ પોતાની ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Feb 05, 2021 | 11:09 AM

ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ઇંગ્લેડની સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) ના પ્રથમ દિવસે મેદાનમાં ઉતરતા જ અનોખો રેકોર્ડ રચ્યો છે. કદાચ લોકોને ખૂબ ઓછી જાણકારી હશે કે, બુમરાહ પોતાની ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. એટલે કે ભારતમાં ઘરઆંગણે આજે પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેડ સામે ચેન્નાઇ ટેસ્ટ સાથે રમી રહ્યો છે. બુમરાહે વર્ષ 2018ના જાન્યુઆરી માસમાં ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ અને ત્યાર બાદ તે પોતાના કેરિયરની તમામ 17 ટેસ્ટ મેચ વિદેશી ધરતી પર જ રમ્યો છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ મેચની શરુઆત થઇ છે.

એવુ નથી કે આ દરમ્યાન ભારતમાં આ દરમ્યાન કોઇ ટેસ્ટ મેચ રમાઇ નથી. પરંતુ આ દરમ્યાન સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડીયાએ જે શ્રેણી રમી હતી તે દરમ્યાન બુમરાહ ઇજાગ્રસ્ત હતો. જેને લઇને તે ઘર આંગણાની શ્રેણી ગુમાવવા મજબૂર હતો. બૂમરાહને નામ આ અનોખો રેકોર્ડ સર્જાયો છે કે, ઘર આંગણે ટેસ્ટ રમવા પહેલા તે વિદેશમાં સર્વાધિક ટેસ્ટ મેચ રમવા વાળો ભારતીય ખેલાડી બન્યો છે. બુમરાહ ભારતમાં પ્રથમ વાર ટેસ્ટ મેચ રમવાની વાત સાંભળીને તેને પ્રશંસક પણ આશ્વર્ય અનુભીવ રહ્યા છે. તેને લઇને સોશિયલ મિડીયામાં પણ ખૂબ મીમ્સ બનવા લાગ્યા છે.

દેશમાં પહેલી ટેસ્ટ મેચ રમતા અગાઉ વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ રમવાના, રેકોર્ડના મામલામાં ભારતીય દિગ્ગજોને પણ બુમરાહે પાછળ છોડ્યા છે. બુમરાહ આ પહેલા 17 ટેસ્ટ મેચ વિદેશમાં રમી ચુક્યો છે. આ અગાઉ જવાગલ શ્રીનાથ વિદેશમાં 12 ટેસ્ટ મેચ રમ્યા બાદ ઘર આંગણે ટેસ્ટ મેચ રમ્યા હતા. તેમના પછી આરપી સિંહનુ નામ આવે છે, જે 11 ટેસ્ટ વિદેશમાં રમ્યા હતા. તેમના પછી સચિન તેંદુલકરનુ નામ છે. જે ભારતમાં ટેસ્ટ મેચ રમતા અગાઉ 10 ટેસ્ટ વિદેશમાં રમી ચુક્યા હતા. આશિષ નહેરા પણ ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમતા અગાઉ 10 મેચ વિદેશની ધરતી પર રમી હતી.

જસપ્રિત બુમરાહએ વિદેશી ધરતી પર રમેલી 17 ટેસ્ટ મેચ પૈકી 7 ટેસ્ટ તે ઓસ્ટ્રેલીયામાં રમી ચુક્યો છે. 3 ટેસ્ટ મેચ ઇંગ્લેંડમાં અને 3 ટેસ્ટ સાઉથ આફ્રિકામાં રમ્યો હતો. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ અને વેસ્ટઇન્ડીઝમાં બે-બે મેચ રમી ચુક્યો છે. 17 ટેસ્ટ મેચ દરમ્યાાન તે 79 વિકેટ પણ ઝડપી ચુક્યો છે. તેમનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 6 વિકેટ ઝડપવાનુ રહ્યુ છે. બુમરાહે 47.9 સ્ટ્રાઇક રેટ થી વિકેટ ઝડપી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati