IND vs ENG: ઇંગ્લીશ સ્પિનરોને લઇ વાસિમ જાફરની ટ્ટવીટ ડિકોડ કરવી મુશ્કેલ થઇ પડી, ચાહકોએ મગજ કસી લીધુ

|

Feb 04, 2021 | 7:31 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મચની સિરીઝ આગામી 5 ફેબ્રુઆરી થી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) સાથે થશે. સિરીઝની પ્રથમ બંને ટેસ્ટ મેચ માટે બંને ટીમો ચેન્નાઇ પહોંચી ગઇ છે. હાલમાં 6 દિવસ ના આકરા ક્વોરન્ટાઇનમાં બંને ટીમોને રાખવામાં આવી છે.

IND vs ENG: ઇંગ્લીશ સ્પિનરોને લઇ વાસિમ જાફરની ટ્ટવીટ ડિકોડ કરવી મુશ્કેલ થઇ પડી, ચાહકોએ મગજ કસી લીધુ

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મચની સિરીઝ આગામી 5 ફેબ્રુઆરીથી ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) સાથે થશે. સિરીઝની પ્રથમ બંને ટેસ્ટ મેચ માટે બંને ટીમો ચેન્નાઇ પહોંચી ગઇ છે. હાલમાં 6 દિવસના આકરા ક્વોરન્ટાઇનમાં બંને ટીમોને રાખવામાં આવી છે. સિરીઝને લઇને સોશિયલ મિડીયા પર એક ફેનએ ટીમ ઇન્ડીયા (Team India)ના પુર્વ ક્રિકેટર વાસિમ જાફર (Wasim Jaffer)ને પુછી લીધુ કે, ભારતને ઇંગ્લેંડના સ્પિનરોનો સામનો કેવી રીતે કરવો જોઇએ ? આ સવાલનો જવાબ જાફરે એક સિક્રેટ મેસેજ કરીને આપ્યો હતો. જેને ડિકોડ કરવો ફેન્સ માટે ખૂજ જ મુશ્કેલ સાબિત થઇ રહ્યો છે. જેને બાદ જાફરે તેને ડિકોડ કરવા માટે એક હિંન્ટ પણ આપી છે.

ફેન ના એક સવાલ પર જાફરે ટ્વીટમાં એક ફોટો શેર કર્યો હતો. જેના પર લખેલુ છે, 02:00. ફેન્સને તેમનો આ સિક્રેટ મેસેજ કંઇ સમજ ના આવ્યો જેની પર જાફરે એક ટ્વીટ વધુ કર્યુ હતુ, જેની પર લખ્યુ હજુ સુધી આને કોઇ ડિકોડ કરી શક્યુ નથી. એક હિન્ટ આપુ છુ, આ ટ્વીટને હિન્દીમાં વાંચશો. જાફરના આ ટ્વીટ બાદ એખ ફેને લખ્યુ કે, ફોટોને હિન્દીમાં વાંચો 02:00, મતલબ દો મિનીટ, જે ડોમિનેટ જેવુ લાગા રહ્યુ છે. આપ ઇચ્છો છો કે ભારતીય બેટ્સમેન ઇંગ્લેંડ ના સ્પિનરો પર હાવી થઇને રમે. જાફરે બતાવ્યુ કે, આ જ યોગ્ય જવાબ છે.

ઇંગ્લેંડની ટીમ ભારત પ્રવાસ પહેલા શ્રીલંકામાં 2-0 થી ટેસ્ટ સિરીઝમાં ક્લીનસ્વીપ કરીને આવી છે. આ દરમ્યાન ઇંગ્લેંડ તરફ થી ડોમ બેસ અને જેક લીચ પોતાની સ્પિન બોલીંગ થી શ્રીલંકન બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. ભારતીય બેટ્સમેનોની સામે તે બંને સ્પિનરો ખુબ જ પડકાર ભર્યા હશે. જાફર છેલ્લા કેટલાક સમય થી સોશિયલ મિડીયામાં ખૂબ મજા લઇ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

https://twitter.com/WasimJaffer14/status/1354457383586689031?s=20

Published On - 9:36 am, Thu, 28 January 21

Next Article