IND vs ENG: ભારતનો ઈંગ્લેન્ડ સામે 318 રનનો લક્ષ્યાંક, કૃણાલ પંડ્યાએ ધમાકેદાર ફિફટી ફટકારી

|

Mar 23, 2021 | 5:56 PM

પુણે (Pune)ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum)માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણી રમાઈ રહી છે. આજે પ્રથમ વન ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

IND vs ENG: ભારતનો ઈંગ્લેન્ડ સામે 318 રનનો લક્ષ્યાંક, કૃણાલ પંડ્યાએ ધમાકેદાર ફિફટી ફટકારી
Shikhar Dhawan-Rohit Sharma

Follow us on

પુણે (Pune)ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum)માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણી રમાઈ રહી છે. આજે પ્રથમ વન ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ભારતે પ્રથમ બેટીંગ કરીને ધીમી પરંતુ મક્કમ શરુઆત કરી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને શિખર ધવને (Shikhar Dhawan) ભારતીય બેટીંગની શરુઆત કરી હતી. શિખર ધવન શતક ચૂક્યો હતો, જ્યારે કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ ડેબ્યુ મેચમાં જ અર્ધશતક ફટકાર્યુ હતુ. કેએલ રાહુલે (KL Rahul) પણ અર્ધશતકીય રમત રમી હતી. ભારતે 50 ઓવરની રમત રમીને 5 વિકેટે 317 રન કર્યા હતા.

 

ભારતીય બેટીંગ
ભારતે બેટીંગ માટે મેદાને ઉતરતા જ મક્કમતા પૂર્વક ઈંગ્લેન્ડ સામે સ્કોર બોર્ડને આગળ વધ્યુ હતુ. શિખર ધવન બે રન માટે શતક ચૂક્યો હતો. તેણે એક શાનદાર રમત દર્શાવી હતી. પ્રથમ વિકેટ માટે ટીમ ઈન્ડીયાના ઓપનરો રોહિત શર્મા અને શિખર ધવને 64 રનની ભાગીદારી 15 ઓવર દરમ્યાન કરી હતી. ભારતે ઓપનર રોહિત શર્માના સ્વરુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 42 બોલમાં 28 રન કરીને બેન સ્ટોક્સના બોલ પર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ત્યારબાદ ત્રીજા ક્રમે વિરાટ કોહલી મેદાને આવતા ધવન અને કોહલીએ સ્કોર બોર્ડને ફરતુ રાખ્યુ હતુ, બંનેએ 105 રનની ભાગીદારી રમત રમીને ઈંગ્લેન્ડના બોલરોને સંઘર્ષની સ્થિતીમાં મુકી દીધા હતા. કોહલીએ 56 રન રમીને માર્ક વુડના બોલ પર વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયર 6 રન કરીને આઉટ થયો હતો. એક સમયે સ્કોરબોર્ડ ઝડપથી ફરતુ હતુ, પરંતુ કોહલી, ઐયાર અને શિખર ધવનની વિકેટો પડતા ધીમુ પડ્યુ હતુ. શિખર ધવન 98 રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર કેપ્ટન ઈયોન મોર્ગનના હાથે કેચ આઉટ ઝડપાયો હતો.

 

ડેબ્યુ મેચમાં જ કૃણાલ પંડ્યાએ પોતાના સમાવેશને પુરવાર કરતી રમત રમી હતી. કૃણાલે આવીને ધીમા પડેલા સ્કોરને ઝડપથી આગળ વધારી 26 બોલમાં 50 રન ફટકાર્યા હતા. T20માં ફ્લોપ રહેલા કેએલ રાહુલે પણ 4 છગ્ગા સાથે શાનદાર બેટીંગ કરીને અર્ધશતક ફટકાર્યુ હતુ. કૃણાલ પંડ્યા 58 અને રાહુલ 62 રન સાથે અણનમ રહ્યા હતા.

 

ઈંગ્લેન્ડની બોલીંગ
શરુઆતમાં ઈંગ્લેન્ડની ટીમને વિકેટ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બોલરોએ આ માટે સતત પ્રયાસ બાદ પ્રથમ વિકેટ 16 ઓવરની શરુઆતમાં મેળવી શકાઈ હતી. જો કે ત્યારબાદ પણ બીજી વિકેટને મેળવવા માટે આટલી જ લાંબી રાહ જોવી પડી હતી. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ તરફથી સફળ બોલર રહ્યો હતો. તેણે 8 ઓવર કરીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. શિખર ધવન અને રોહિત શર્માને પણ તેણે પેવેલિયન મોકલ્યા હતા. માર્ક વુડે 2 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સ અને સેમ કુરને કરકસર ભરી બોલીંગ કરી હતી.

 

આ પણ વાંચો: ICC Rankings: 17 વર્ષની ભારતીય શેફાલી વર્મા T20 ક્રિકેટમાં વિશ્વની નંબર વન બેટ્સમેન બની

Next Article