IND vs ENG: ભારતીય ટીમનો બીજા દિવસની રમતમાં ધબડકો, 145માં ઓલઆઉટ, કેપ્ટન રુટે 5 વિકેટ ઝડપી

|

Feb 25, 2021 | 4:33 PM

ભારત અને ઇઁગ્લેંડ (India vs England) વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ પિંક બોલ ડે નાઇટ ટેસ્ટ સ્વરુપે રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium)માં રમાઇ રહી છે. જેમાં પ્રથમ દિવસ ભારતના પક્ષમાં રહ્યા બાદ બીજા દીવસની રમતની શરુઆત ઇંગ્લેંડના પક્ષમાં રહી હતી.

IND vs ENG: ભારતીય ટીમનો બીજા દિવસની રમતમાં ધબડકો, 145માં ઓલઆઉટ, કેપ્ટન રુટે 5 વિકેટ ઝડપી
ત્રણ બેટ્સમેન શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી બેઠા હતા.

Follow us on

ભારત અને ઇઁગ્લેંડ (India vs England) વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ પિંક બોલ ડે નાઇટ ટેસ્ટ સ્વરુપે રમાઇ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium)માં રમાઇ રહી છે. જેમાં પ્રથમ દિવસ ભારતના પક્ષમાં રહ્યા બાદ બીજા દીવસની રમતની શરુઆત ઇંગ્લેંડના પક્ષમાં રહી હતી. ઇંગ્લેંડના સ્પિનર જેક લીચ અને કેપ્ટન જો રુટ (Joe Root) ની બોલીંગ ભારતીય ટીમ પર ભારે પડી ગઇ હતી. ઇંગ્લેંડના 112 રનના સ્કોરના જવાબમાં પ્રથમ ઇનીંગ રમતા ભારતે 145 રન કરીને ઓલ આઉટ થયુ હતુ. કેપ્ટન જો રુટ એ 5 અને જેક લીચએ 4 વિકેટ ઝડપી હતી.

ભારતીય બેટીંગ
આજે બીજા દિવસની રમતની શરુઆત 99 રન ત્રણ વિકેટ થી આગળ વધારવા સાથે કરી હતી પરંતુ માત્ર 15 જ રન ઉમેરીને ચોથી વિકેટ ભારતે ગુમાવી હતી. અજીંક્ય રહાણેના સ્વરુપમાં બીજા દિવસની રમતની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ 10 બોલની રમત માંડ આગળ વધતા જ રોહિત શર્માના રુપમાં વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ 66 રન કર્યા હતા. આમ ભારતે 115 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને ખેલાડીઓ પેવેલિયન પરત ફરવા સાથે જ જાણે કે ખેલાડીઓની પેવેલીયયનની આવન જાવન શરુ થઇ ગઇ હતી. માત્ર 20 રનના અંતરમાં જ ભારતે 6 વિકેટ ગુમાવી દેતા મજબૂત સ્થિતીમાં રહેલી ટીમ ઇન્ડીયાનાના હાથમાં થી એકાએક જ બાજી સરકી ગઇ હતી. ચેતેશ્વર પૂજારા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ એમ ત્રણ બેટ્સમેન શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી બેઠા હતા. રહાણે એ 7 અને ઋષભ પંત એ 1 રન કરી ને વિકેટ ગુમાવી હતી.

ઇંગ્લેંડની બોલીંગ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઇંગ્લેંડના બોલરો પ્રથમ દિવસે આમતો ખાસ દમ દેખાડી શક્યા નહોતા, પરંતુ આજે બીજા દિવસની રમત દરમ્યાન ઇંગ્લીશ બોલરો એકદમ જ હાવી થતી બોલીંગ કરી હતી. કેપ્ટન જો રુટ અને જેક લીચ એ જબરદસ્ત બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. જો રુટએ બોલીંગ ની જવાબદારી પોતાના ખભા પર લઇ લીધી હોય એમ તેણે ભારતીય બેટ્સમેનોને પોતોની બોલીંગની જાળમાં ફસાવી એક બાદ એક પાંચ વિકેટ ઝડપી હતી. જેક લીચ એ પણ જો રુટને સાથ આપતી બોલીંગ કરીને 4 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે એક વિકેટ ઝડપી હતી.

Next Article