IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી શ્રેણી જીતી લીધી

|

Mar 20, 2021 | 11:11 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની T20 સિરીઝની શનિવારે પાંચમી અને નિર્ણાયક T20 મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ.

IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી શ્રેણી જીતી લીધી
Team India

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની T20 સિરીઝની શનિવારે પાંચમી અને નિર્ણાયક T20 મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ વતી કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ખુદ જ ઓપનીંગ કરવા મેદાન પર પહોંચ્યા હતા. રોહિત શર્મા (Rohit Sharma) સાથે મળીને બંનેએ 94 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત અને વિરાટ બંનેએ 94 રનની ભાગીદારી રમત રમી હતી. ભારતે રાખેલા 225 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરના અંતે 188 રન 8 વિકેટ ગુમાવીને કર્યા હતા. આમ 36 રનથી મેચને ગુમાવી હતી. આ સાથે જ ભારતે 3-2થી શ્રેણીને જીતી લીધી હતી.

 

ઈંગ્લેન્ડની બેટીંગ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિશાળ સ્કોર સામે શરુઆત કરતા જ ઈંગ્લેન્ડે પ્રથમ ઓવરના બીજા જ બોલે વિકેટ ગુમાવી હતી. જેસન રોયના સ્વરુપમાં પ્રથમ વિકેટ શૂન્ય રનના સ્કોર પર ગુમાવી હતી. રોયને ભૂવનેશ્વર કુમારે ક્લીન બોલ્ડ કર્યો હતો. જોકે ત્યારબાદ જોસ બટલર અને ડેવિડ મલાને સ્થિતીને સંભાળી હતી. બંનેએ આક્રમક રમત વડે લક્ષ્યને નજીક લાવવા પ્રયાસ કર્યો હતો. જોસ બટલરે 34 બોલમાં 52 રન કર્યા હતા. જ્યારે ડેવિડ મલાને 46 બોલમાં 68 રન કર્યા હતા. ઈંગ્લેન્ડે બીજી વિકેટ 13મી ઓવરમાં 130 રન પર ગુમાવી હતી. જોકે 130થી 142 રનના સ્કોર સુધીના 12 રનના અંતરમાં જ ચાર વિકેટ ઈંગ્લેન્ડે ગુમાવી હતી. આમ ઈંગ્લેડની એક સમયે સ્કોર બોર્ડ પર આવેલી પકડ ગુમાવી દેવી પડી હતી. જે અંતે હારમાં પરીણમી હતી.

 

ભારતની બોલીંગ
ભૂવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં જ જેસન રોયને ક્લીન બોલ્ડ કરીને સફળતા અપાવી હતી. ભૂવીએ 4 ઓવરમાં જ 15 રન આપીને કરકસર ભરી બોલીંગ કરી હતી. સાથે જ 2 મહત્વની વિકેટ પણ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 3 વિકેટ વિકેટ ઝડપી હતી અને તેણે પણ રનને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કર્યો હતો. ટી નટરાજને 1 વિકેટ મેળવી હતી. હાર્દિક પંડ્યાએ પણ એક વિકેટ ઝડપી હતી. આમ ભારતીય બોલરોએ મહત્વના સમયે જ ઈંગ્લેન્ડ પર દબાણ સર્જી દીધુ હતુ. સાથે જ રનને લઈને પણ નિયંત્રીત બોલીંગ કરી દેખાડી હતી.

 

ભારતની બેટીંગ

ભારતીય ટીમ મેનેજમેન્ટે આજે રણનીતી બદલી હતી અને તેમાં સફળ રહ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ખુદ જ રોહિત શર્મા સાથે ઓપનીંગમાં આવી પહોંચી અંત સુધી ક્રિઝ પર ટકી રહીને 80 રનની રમત રમી હતી. શરુઆતમાં કોહલીએ રોહિત શર્માને સાથ આપ્યો હતો અને સ્કોર બોર્ડને રોહિત શર્મા આગળ વધારતો હતો. રોહિતે આક્રમક શૈલીથી રમત દર્શાવીને 34 બોલમાં 64 રન કર્યા હતા. રોહિતે 5 છગ્ગા લગાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 52 બોલની રમત રમીને અણનમ 80 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 17 બોલમાં 32 રન કર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 39 રન કર્યા હતા. આમ ભારતે એક આયોજનબદ્ધ સાથેની રમત રમીને મોટો સ્કોર ખડકી દર્શાવવામાં સફળ રહ્યુ હતુ.

 

ઈંગ્લેંડની બોલીંગ

આજે ઈંગ્લેન્ડના બોલરો પુરી ઈનીંગ દરમ્યાન સંઘર્ષની સ્થિતીમાં જોવા મળ્યા હતા. નાતો વિકેટ હાથ લાગી રહી હતી કે નાતો રન અટકતા હતા. એક માત્ર આદિલ રશિદે રન પર નિયંત્રણ કરતી બોલીંગ કરવામાં સફળતા મેળવી હતી. તેણે એક વિકેટ પણ ઝડપી હતી. આદિલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જ્યારે ક્રિસ જોર્ડને સૌથી વધુ 4 ઓવરમાં 57 રન લુટાવ્યા હતા. જોફ્રા આર્ચર તો રનના વરસાદ વચ્ચે લાઇન લેન્થ જાળવવામાં મુશ્કેલી ઉભી થઇ હોય એમ પાંચ વાઇડ બોલ નાંખ્યા હતા. તેણે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. માર્ક વુડ પણ આજે બોલીંગમાં ખાસ દમ દાખવી શક્યો નહોતો, વિકેટ પણ ના મળી અને તે 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.

Next Article