IND vs ENG: ભારતે ઇંગ્લેંડ સામે 317 રને શાનદાર વિજય મેળવ્યો, અક્ષર પટેલની 5 વિકેટ

|

Feb 16, 2021 | 2:35 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે ઇંગ્લેંડ સામે 317 રને જબરદસ્ત જીત મેળવી છે. ચેન્નાઇ (Chennai Test) માં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ભારતે બંને ઇંનીંગ દરમ્યાન બેટીંગ અને બોલીંગ બંને રીતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

IND vs ENG: ભારતે ઇંગ્લેંડ સામે 317 રને શાનદાર વિજય મેળવ્યો, અક્ષર પટેલની 5 વિકેટ
ઇંગ્લેંડ સામે ભારતની આ સૌથી મોટી જીત હાંસલ થઇ છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે ઇંગ્લેંડ સામે 317 રને જબરદસ્ત જીત મેળવી છે. ચેન્નાઇ (Chennai Test) માં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ભારતે બંને ઇંનીંગ દરમ્યાન બેટીંગ અને બોલીંગ બંને રીતે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય સ્પિનરોએ પણ ચેપક મેદાનની ટર્નીંગ પીચનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં બીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં ઇઁગ્લેંડ સામે હિસાબ બરાબર કરી લીધો હતો.

ઇંગ્લેંડે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 227 રનથી જીત મેળવી હતી. જેનો જાણે કે ભારતીય ટીમે બદલો લીઘો હતો. મોટા અંતરની જીત સાથે ભારતે હવે શ્રેણીને 1-1 થી સરભર કરી દીધી છે. ઇંગ્લીશ ટીમ ક્યારેય આ હારને ભુલી નહી શકે. 482 રનના વિરાટ લક્ષ્યનો પિછો કરવા માટે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેંડની ટીમ164 રન પર જ સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેંડ સામે ભારતની આ સૌથી મોટી જીત હાંસલ થઇ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મેચમાં બીજી ઇનીંગ દરમ્યાન અક્ષર પટેલ (Akshar Patel) એ પાંચ વિકેટ હાંસલ કરી હતી. અક્ષર પટેલે ચેન્નાઇમાં ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. આમ તેણે પોતાની પ્રથમ ટેસ્ટમાં જ શાનદાર દેખાવ કર્યો હતો. અક્ષર એ પ્રથમ ઇનીંગમાં 2 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિન (Ashwin) એ ત્રણ વિકેટ હાંસલ કરી હતી. અશ્વિને પ્રથમ ઇનીંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદિપ યાદવે (Kuldeep Yadav) 2 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને ઓલરાઉન્ડ દેખાવ કરતા 106 રનની શાનદાર પારી પણ રમી હતી.

ચેન્નાઇ ની પ્રથમ મેચને હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યુ હતુ કેસ, અમને વાપસી કરતા આવડે છે. આગામી મેચમાં અમે શ્રેષ્ઠ દેખાડીશુ. અમારે સારી બોડી લેગ્વેઝ થી રમત રમવી પડશે અને વિરોધી પર દબાણ બનાવવુ પડશે. કેપ્ટન કોહલીએ કહેલી આ વાત જાણે કે સાચી નિવડી છે. ટીમ ઇન્ડીયાએ એવુ દબાણ ઉભુ કર્યુ હતુ કે, તેમણે ઇતિહાસની પાંચમી સૌથી મોટી જીત હાંસલ કરી છે.

https://twitter.com/ICC/status/1361572403764072461?s=20

Next Article