IND vs ENG: મને નથી લાગતુ કે જો રુટ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન હોય, સુનિલ ગાવાસ્કરનુ નિવેદન

|

Feb 12, 2021 | 10:56 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શરુઆતની મેચમાં જ ઇંગ્લેંડે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ભારતે જેને ળઇને 227 રન થી મેચને ગુમાવવી પડી હતી. જે પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) એ પોતાની 100મી ટેસ્ટ મેચ રમતા બેવડી સદી કરી હતી.

IND vs ENG: મને નથી લાગતુ કે જો રુટ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન હોય, સુનિલ ગાવાસ્કરનુ નિવેદન
ગાવાસ્કર એ કહ્યુ, તે ખૂબ સારો છે. પરંતુ મને નથી લાગતુ કે તે વિશ્વનો બેસ્ટ બેટ્સમેન છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શરુઆતની મેચમાં જ ઇંગ્લેંડે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ભારતે જેને ળઇને 227 રન થી મેચને ગુમાવવી પડી હતી. જે પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) એ પોતાની 100મી ટેસ્ટ મેચ રમતા બેવડી સદી કરી હતી. આમ જો રુટે પોતાની ટેસ્ટ કારકિર્દીના મુકામને યાદગાર બનાવી દીધો હતો. જો રુટને તેની દમદાર રમતને લઇને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. અનેક ક્રિકેટરોએ તેની એ રમતને લઇને ખૂબ વખાણ પણ કર્યા હતા. આ દરમ્યાન હવે સુનિલ ગાવાસ્કરે (Sunil Gavaskar) જો રુટને લઇને નિવેદન આપ્યુ છે, કહ્યુ કે જો રુટને હજુ વિશ્વનો બેસ્ટ બેટ્સમેન નથી માનવામાં આવી શકતો.

સ્ચાર સ્પોર્ટસ ના એક શોમં વાત કરતા સુનિલ ગાવાસ્કર એ કહ્યુ હતુ કે, તે ખૂબ સારો છે. પરંતુ મને નથી લાગતુ કે તે વિશ્વનો બેસ્ટ બેટ્સમેન છે. તેના માટે હજુ ચાર પ્રતિયોગી છે, તે ચાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. પરંતુ મને લાગે છે કે, તેનુ સ્તર બાકીના ત્રણ ખેલાડીઓના મુકાબલે થોડુ ઓછુ છે. ગાવાસ્કર એ ચેન્નાઇમાં જો રુટ દ્રારા રમવામાં આવેલી પારીની તારીફ કરતા કહ્યુ હતુ કે, જો રુટની બેવડી સદીમાં સૌથી સારી વાત એ હતી કે, તે શરુઆત થી જ ખૂબ આત્મવિશ્વાસમાં હતો. તે આગળ રમવા અને પાછળ રમવાને લઇને પણ ખૂબ પોઝિટીવ લાગતો હતો. તે એ વાતને લઇને સ્પષ્ટ હતો કે, જ્યારે આગળની તરફ હતો તે ટર્નને સ્મૂથરિંગ કરી રહ્યો હતો. જ્યારે તે પાછળની તરફ હતો ત્યારે એ નક્કિ કરતો હતો કે, તેની પાસે બોલને કટ કે પુલ કરવા માટે રુમ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો રુટ એ પહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનીંગ રમતા 218 રન અને બીજી ઇનીંગમાં 40 રનની રમત રમી હતી. રુટની રમતના કારણે ઇંગ્લેંડ એ પ્રથમ ઇનીંગમાં 578 રન બનાવ્યા હતા. જો રુટ વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો કે જે પોતાની 100મી ટેસ્ટ રમતા બેવડી સદી ફટકારી હતી.

Next Article