IND vs ENG: હાર્દિકની પત્નિ નતાશાએ સૂર્યકુમારની પત્નિ દેવિશાને કરી ટ્રોલ, તસ્વીર સાથે કોમેન્ટ કરી

|

Mar 20, 2021 | 10:20 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં સોફ્ટ સિગ્નલ (Soft Signal) ને લને ખૂબ વિવાદ સર્જાયો હતો. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને આઉટ આપવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર પણ તેને લઇને ખૂબ ચર્ચા થઇ હતી.

IND vs ENG: હાર્દિકની પત્નિ નતાશાએ સૂર્યકુમારની પત્નિ દેવિશાને કરી ટ્રોલ, તસ્વીર સાથે કોમેન્ટ કરી
સૂર્યકુમાર યાદવને સોફ્ટ સિગ્નલ આપવાને લઇને આઉટ આપવામાં આવ્યો હતો.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં સોફ્ટ સિગ્નલ (Soft Signal) ને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને આઉટ આપવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર પણ તેને લઇને ખૂબ ચર્ચા થઇ હતી. ભારતના પૂર્વ ક્રિકેટરો અને દિગ્ગજોએ પણ આઉટના નિર્ણયને લઇને સવાલો ઉઠાવ્યા હતા. આ દરમ્યાન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. સૂર્યકુમારની પત્નિ દેવિશા શેટ્ટી (Devisha Shetty) નો ફોટો સ્ટોરીમાં શેર કરીને તેને ટ્રોલ કરી દીધી હતી.

નતાશા એ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. જેમાં સૂર્યકુમારની પત્નિ દેવિશા હાથમાં દુરબીન લઇને સ્ટેંડમાં ઉભી રહી કંઇક જોતી હોય એમ દેખાય છે. નતાશાએ આ તસ્વીરને પોતાની સ્ટોરીમાં શેર કરીને લખ્યુ હતુ કે, ‘દેવિશા શેટ્ટી થર્ડ અંપાયરની શોધમાં છે’. મેચ દરમ્યાન સૂર્યકુમાર યાદવને સોફ્ટ સિગ્નલ આપવાને લઇને આઉટ આપવામાં આવ્યો હતો. સેમ કુરનના બોલ પર સૂર્યા એ એક મોટો હવાઇ શોટ રમ્યો હતો. જે બોલને ડેવિડ મલાન એ કેચ ઝડપ્યો હોવાનો દાવો કર્યો હતો. ફિલ્ડ અંપાયરના સોફ્ટ સિગ્નલ આઉટ આપવાને લઇને થર્ડ અંપાયર એ અનેક વખત રિપ્લે જોઇને સૂર્યાને આઉટ આપ્યો હતો. રીપ્લેમાં જોઇ શકાય છે કે, મલાનનો બોલ જમીનને સ્પર્શી ચૂક્યો છે, પરંતુ નિર્ણય સૂર્યકુમારના વિરુદ્ધમાં ગયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Suryakumar Yadav’s Wife Devisha

ત્યારબાદ 19 મી ઓવરમાં સુંદર વોશિંગ્ટનને પણ સોફ્ટ સિગ્નલ આપવાને લઇને તેને આઉટ આપવામાં આવ્યો હતો. જોફ્રા આર્ચરની બોલીંગ દરમ્યાન વોશિંગ્ટન સુંદર એ એક બાઉન્ડ્રી શોટ લગાવ્યો હતો. જેને બાઉન્ડ્રી પર ઉભેલા આદિલ રાશિદ એ કેચ કરી લીધો હતો. ફિલ્ડ અંપાયર એ તેને સોફ્ટ સિગ્રનલ આપવા બાદ થર્ડ અંપાયરે રિપ્લે જોઇને આઉટ આપ્યો હતો. જ્યારે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતુ હતુ કે, આદિલનો પગ કેચ દરમ્યાન બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો.

Next Article