IND vs ENG: હાર્દિક પંડ્યાએ લીધુ અક્ષર પટેલનુ ઇન્ટરવ્યુ, વચ્ચે કૂદી કોહલીએ ગુજરાતીમાં કોમેન્ટ કરી

|

Feb 26, 2021 | 11:09 AM

ભારત એ ઇંગ્લેંડ (India vs England) સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને 10 રન થી પોતાના નામે કરી લીધી હતી. મેચના હિરો રહેલા અક્ષર પટેલ (Akshar Patel), જેણે કુલ 11 વિકેટ ઝડપી હતી.

IND vs ENG: હાર્દિક પંડ્યાએ લીધુ અક્ષર પટેલનુ ઇન્ટરવ્યુ, વચ્ચે કૂદી કોહલીએ ગુજરાતીમાં કોમેન્ટ કરી
હાર્દિક પંડ્યાએ કહ્યુ હતુ કે, વિરાટ આજકાલ ગુજરાતી શિખી રહ્યા છે.

Follow us on

ભારત એ ઇંગ્લેંડ (India vs England) સામે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને 10 રન થી પોતાના નામે કરી લીધી હતી. મેચના હિરો રહેલા અક્ષર પટેલ (Akshar Patel), જેણે કુલ 11 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પ્રથમ ઇનીંગમાં 6 અને બીજી ઇનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સિરીઝની બીજી ટેસ્ટ મેચ દરમ્યાન અક્ષ પટેલ એ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. અક્ષર પટેલ મર્યાદિત ઓવરના ફોર્મટને ટીમ ઇન્ડીયા વતી રમી ચુક્યો છે. તેણે 2014માં વન ડે ઇન્ટરનેશનલ અને 2015માં T20 ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ 2018 બાદ તે કોઇ પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યો. મેચ બાદ હાર્દિક પંડ્યાએ તેનુ ઇન્ટરવ્યુ લીધુ હતુ, જેનો વિડીયો BCCI એ ટ્વીટર પર શેર કર્યો છે. આ ઇન્ટરવ્યુ દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ વચ્ચે કુદી પડ્યો હતો.

https://twitter.com/BCCI/status/1365149591293820929?s=20

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ડે ઇન્ટરવ્યુ દરમ્યાન અક્ષર પટેલ એ બતાવ્યુ હતુ કે, ટીમ ઇન્ડીયાથી લગભગ 3 વર્ષ સુધી બહાર રહ્યો હતો. આ મુશ્કેલ સમય દરમ્યાન તેના મિત્રો અને પરિવારજનોએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો. અક્ષર પટેલ એ કહ્યુ હતુ કે, તેણે નક્કી કરી લીધુ હતુ કે, જ્યારે પણ મોકો મળશે ત્યારે તે પોતાની 100 ટકા પર્ફોમન્સને આફશે. અક્ષર પટેલ એ ચેન્નાઇમાં રમાયેલી શ્રેણીની બીજી ઇનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. આમ તેણે સતત ત્રણ ઇનીંગમાં 5 વિકેટ ઝડપવાનુ કારનામુ કર્યુ છે. હાર્દિક પંડ્યાએ આ ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યુ હતુ કે, તેને આ ખેલાડી પર ખૂબ ગર્વ છે. વિરાટ સ્પેશિયલ અપીયરેંસ માટે આવ્યા હતા અને ગુજરાતીમાં તારીફ કરતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ કહ્યુ હતુ કે, વિરાટ આજકાલ ગુજરાતી શિખી રહ્યા છે.

Next Article