IND vs ENG: હાર્દિક પંડ્યાથી હવે 12 માર્ચની રાહ જોવાતી નથી ! જબરદસ્ત તૈયારીઓનો વિડીયો કર્યો શેર, જુઓ

|

Mar 10, 2021 | 10:38 AM

હાર્દીક પંડ્યા (Hardik Pandya) ની ગણતરી આમ તો મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં સૌથી ખતરનારક ખેલાડીઓમાં કરવામાં આવે છે. હાર્દિક પંડ્યા પોતાની તોફાની બેટીંગના દમ પર કોઇ પણ મેચને એક ઓવરમાં જ પલટવાનો દમ રાખી જાણે છે.

IND vs ENG: હાર્દિક પંડ્યાથી હવે 12 માર્ચની રાહ જોવાતી નથી ! જબરદસ્ત તૈયારીઓનો વિડીયો કર્યો શેર, જુઓ
Hardik Pandya

Follow us on

હાર્દીક પંડ્યા (Hardik Pandya) ની ગણતરી આમ તો મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં સૌથી ખતરનારક ખેલાડીઓમાં કરવામાં આવે છે. હાર્દિક પંડ્યા પોતાની તોફાની બેટીંગના દમ પર કોઇ પણ મેચને એક ઓવરમાં જ પલટવાનો દમ રાખી જાણે છે. ઇંગ્લેંડ (England) સામે 12 મી માર્ચ થી શરુ થઇ રહેલી પાંચ મેચોની T20 શ્રેણીના માટે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ધૂમ મચાવવા માટે પૂરી રીતે તૈયાર છે. હાર્દિક પંડ્યા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની બેટીંગ અને બોલીંગ નો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ જબરદસ્ત શોટ લગાવતો દેખાય છે.

હાર્દિક પંડ્યાએ ટ્વીટર પર શેર કરેલા વિડીયોમાં તે નેટ પર બેટીંગ કરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે દરેક બોલ પર લાંબા લાંબા શોટ લગાવી રહ્યો છે. વિડીયોના અંતમાં તે બોલીંગ કરતો પણ નજર આવી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યુ છે કે, તૈયારીઓ થઇ ચુકી છે. રાહ નથી જોઇ શકાય એમ 12 માર્ચે મેદાન પર જવા માટે. ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર એ ઓસ્ટ્રેલીયા સામેની મર્યાદીત ઓવરોની શ્રેણીમાં પણ જબરદસ્ત દેખાવ કર્યો હતો. ટીમને તેના દેખાવની મદદ થી શ્રેણી પર પણ વિજય પ્રાપ્ત થયો હતો. જોકે ત્યાર બાદ હાર્દિક પંડ્યા કોઇ જ મેચ નથી રમ્યો. જોકે આ વિડીયોને જોયા બાદ એમ કહી શકાય છે કે, તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ પર દર્શકોનુ મનોરંજન કરવા માટે તૈયાર છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઇંગ્લેંડ ની સામે રમાનારી T20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, રાહુલ તેવટીયા જેવા યુવા ખેલાડીઓ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તો ટેસ્ટ સિરીઝમાં લગાતાર દમદાર પ્રદર્શન કરનારા ઋષભ પંત અને ભુવનેશ્વર કુમાર ટીમમાં પરત ફરી શક્યા છે. જોકે બોલીંગ વિભાગમાં જસપ્રિત બુમરાહને T20 સિરીઝ માટે પહેલા થી જ આરામ નો સમય અપાયો છે. T20 શ્રેણીની તમામ પાંચેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાનારી છે.

Next Article