IND vs ENG: પિચ વિશે ખામીઓ કાઢી વિવાદ સર્જનારાઓ પર ગાવાસ્કર ભડક્યા, કહ્યુ, ચલ ફુટ અહીં થી !

|

Mar 05, 2021 | 8:05 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝ દરમ્યાન પિચને લઇને અનેક પૂર્વ ક્રિકેટર્સે ખૂબ વિવાદ કર્યો હતો. ઇંગ્લેંડ ના પણ કેટલાક પૂર્વ ક્રિકેટર્સ જેમ કે માઇકલ વોન (Michael Vaughan), ડેવિડ લોયડ, મેટ પ્રાયર એ ટેસ્ટ સિરીઝની પિચોને ટેસ્ટને લાયક નહોતી માની.

IND vs ENG: પિચ વિશે ખામીઓ કાઢી વિવાદ સર્જનારાઓ પર ગાવાસ્કર ભડક્યા, કહ્યુ, ચલ ફુટ અહીં થી !
Sunil Gavaskar

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝ દરમ્યાન પિચને લઇને અનેક પૂર્વ ક્રિકેટર્સે ખૂબ વિવાદ કર્યો હતો. ઇંગ્લેંડ ના પણ કેટલાક પૂર્વ ક્રિકેટર્સ જેમ કે માઇકલ વોન (Michael Vaughan), ડેવિડ લોયડ, મેટ પ્રાયર એ ટેસ્ટ સિરીઝની પિચોને ટેસ્ટને લાયક નહોતી માની. તેમનુ કહેવુ હતુ કે, પહેલા દિવસ થી જ પિચ થી સ્પિનરને મદદ મળી રહી હતી. જે ઠીક નથી. તેમણે પિચની તુલના પણ ખેતર સાથે કરી હતી. હવે તેમની પર ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે અમદાવાદમાં (Ahmedabad Test) ચોથી ટેસ્ટ દરમ્યાન કહ્યુ હતુ કે, પિચમાંથી કમીઓ નિકાળનારાઓને નજર અંદાજ કરવા જોઇએ. ગાવાસ્કર એ મુંબઇ (Mumbai) ના લહેજામાં કહ્યુ કેઆવા લોકોને ‘ચલ ફુટ’ કહેવુ જોઇએ.

ચોથી ટેસ્ટના પહેલા દિવસે સ્ટાર સ્પોર્ટ્સ થી વાતચીતમાં સુનિલ ગાવાસ્કર પિચ ની આલોચના કરનારાઓ વાળાઓ પર ભડક્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, પુરી સિરીઝમાં શુ પિચ આટલી ખરાબ હતી ? શુ આટલી ચર્ચા રહેવી જોઇતી હતી ? શુ ફોકસ બેટ્સમેન અને સ્પિનર્સ પર હોવા જોઇએ ? જેની પર સુનિલ ગાવાસ્કરએ કહ્યુ કે, બિલકુલ જે રીતે બેટીંગ થઇ, જે રીતે બોલીંગ થઇ તેની પર ચર્ચા થવી જોઇતી હતી. જ્યા બેટ્સમેન બોલ્ડ થયા, જ્યાં બેટ્સમેન એલબીડબલ્યુ થયા તો તેને આપણે ખરાબ પિચ કેવી રીતે કહી શકીએ. બીજી એક એવી ચીજ માં કહેવા માંગીશ કે આપણે બહારના પ્લેયર્સને આટલુ ઇમ્પોર્ટન્સ કેમ આપીએ છીએ. તેઓ જે કહે છે તેના વિશે આપણે ચર્ચા શુ કામ કરીએ.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ગાવાસ્કર એ તાજેતરના ઓસ્ટ્રેલીયા પ્રવાસને લઇને ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, જુઓ જ્યારે ભારતીય ટીમ 36 રન બનાવીને આઉટ થઇ હતી. જેને લઇને કપિલ દેવે કંઇ કહ્યુ કે, ગાવાસ્કરએ કંઇ કહ્યુ કે તેંદુલકર એ, ગાંગુલી અથવા સહેવાગ એ કંઇક કહ્યુ તો, શુ ત્યાની ચેનલ કે ત્યાંના મીડિયા કંઇ ઇમ્પોર્ટન્સ આપે છે ? બિલકુલ નહી. તો આપણે કેમ તેમને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. તેઓ જે પણ બોલી રહ્યા છે, તો એને આપણે કેમ નથી બોલી રહ્યા કે ચલ ફુટ.. અમારે તમારી સાથે કોઇ વાત નથી કરવી, ચલ ફુટ અહીં થી. આ આપણે કરવવુ જોઇએ. જ્યારે આપણે તેમને ચલ ફુટ કહીશુ, ઇમ્પોર્ટન્સ નહી આપીએ, આપણામ અખબારોમાં તેમને લઇને કોઇ ચર્ચા નહી કરીએ, ચેનલોમાં કોઇ વાત નહી કરીએ તો જ તેઓ સબક શિખશે.

પૂર્વ કેપ્ટન એ કહ્યુ કે પિચોને લઇને ઇંગ્લેંડ ની ટીમ અથવા તેના કેપ્ટન જો રુટએ કોઇ ફરિયાદ નહોતી કરી. જોકે જે લોકો ઇંગ્લેંડમાં બેઠા છે તે એની પર રોવા ધોવાનુ મચાવી બેઠા છે. ગાવાસ્કર એ કહ્યુ કે, તે જાણતા હોય છે ત્યા સુધી તેમને પબ્લીસીટી મળશે, જ્યાં સુધી તેમને ઇમ્પોર્ટન્સ મળતુ રહેશે. ઇંગ્લેંડની ટીમએ કોઇ કમ્પલેઇન નહોતી કરી. જો રુટ એ બંને પિચો માટે કોઇ જ કંપ્લેઇન નહોતી કરી. આ બહાર ના લોકો ફરિયાદ કરી રહ્યા છે જે ત્યાં (ઇંગ્લેંડ) છે. તેઓ અહી છે પણ નહી. આવામાં આપણે તેમને ઇમ્પોર્ટન્સ દેવાનુ બંધ કરીએ.

Next Article