IND vs ENG: આખરે રોહિતે પૂછી લીધુ ઋષભ પંતને કે વિકેટ પાછળ આટલો શોર કેમ કરે છે ? તો મળ્યો આવો જવાબ

|

Mar 06, 2021 | 9:37 AM

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) ભારતીય ટીમને પ્રથમ ઇનીંગમાં મુશ્કેલ સ્થીતીમાં થી ઉગારવા રુપ રમત રમી હતી. આ સાથે જ તેણે ઇંગ્લેંડ સામે દમદાર રમત રમીને શતક લગાવી, ટીમને મજબૂત સ્થીતીમાં પહોંચાડી હતી.

IND vs ENG: આખરે રોહિતે પૂછી લીધુ ઋષભ પંતને કે વિકેટ પાછળ આટલો શોર કેમ કરે છે ? તો મળ્યો આવો જવાબ
Rishabh Pant

Follow us on

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) ભારતીય ટીમને પ્રથમ ઇનીંગમાં મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારવા રુપ રમત રમી હતી. આ સાથે જ તેણે ઇંગ્લેંડ સામે દમદાર રમત રમીને શતક લગાવી, ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આમ દબાણ વચ્ચે પણ એક દમદાર રમત દાખવી હતી, જેના થી સૌ કોઇ તેના વખાણ કરી રહ્યુ છે. તેને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) એ પણ સાતમી વિકેટ માટે સારો સાથ પૂરો પાડ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) એ બંને ક્રિકેટરોની સાથે વાતચીત કરી હતી. જેમાં રોહિત એ પંતને પૂછી લીધુ હતુ કે, તે સ્ટમ્પની પાછળ કેમ આટલો શોર મચાવતો રહે છે ? જેની પર પંતે પણ મજાનો જવાબ વાળ્યો હતો.

ઋષભ પંતે પણ રોહિત ના સવાલ પર કહ્યુ હતુ કે, હું મારી ગેમ રમવાની પસંદ કરુ છુ. આમ કરવા થી એનર્જી બની રહે છે. હું ઇચ્છતો હોઉ છુ કે, ટીમને કોઇ પણ રીતે મદદ મળી રહે બસ એ જ મગજમાં ચાલતુ રહે છે. દિવસની રમતના અંત બાદ પંત એ કહ્યુ હતુ કે, મારો રમવાનો અંદાજ આ જ છે કે, હું સ્થિતીનીનુસાર રમુ છું. બોલને જોઇને તેની મેરિટ પર તેના પર પ્રહાર કરુ છુ. હું મારી ક્રિકેટ રમવા માંગુ છુ અને ટીમને જીતાડવા માંગુ છુ. જો મારી ઇનીંગ થી દર્શકોને મનોરંજન થઇ રહ્યુ છે તો, તે મારા માટે ખૂબ ખૂશીના વાત છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મેચમાં 49 રનની મહત્વની ઇનીંગ રમવા વાળા રોહિત સાથે બેટીંગ કરવાને લઇને પંત એ કહ્યુ હતુ કે, જ્યારે હું અને રોહિત ભાઇ રમી રહ્યા હતા,તો અમારી યોજના એક ભાગીદારી કરવાની હતી. પિચ પર કેટલોક સમય જામી ચુક્યા બાદ મેં પોતાનો શોટ રમવાનુ પસંદ કર્યુ હતુ. કેટલીક વખત બોલર સારી બોલીંગ કરી રહ્યો હોય છે, તો તમારે તેના બોલને સન્માન પણ આપવાનુ હોય છે. જો બોલ ખરાબ મળે તો તેની પર પ્રહાર કરી શકો છો. મારા મજગમાં આ જ વાત હતી.

મેચ બાદ રોહિત એ પંતની બેટીંગ શૈલી પર પોતાની વાત મુકી હતી. તેણે કહ્યુ હતુ કે, ઋષભ પંતની આક્રમક બેટીંગ શૈલી થી ટીમ મેનેજમેન્ટને ત્યારે કોઇ પરેશાન નથી જ્યારે પોતાનુ કામ યોગ્ય રીતે કરે છે. તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારની બેટીંગ કરવા છતાં પણ જ્યારે તે બેટીંગમાં અસફળ રહે ત્યારે લોકોએ તેની આલોચના કરવામાં થોડી ઓછપ રાખવી જોઇએ.

 

Next Article