IND vs ENG: ઇંગ્લેંડના વિકેટકિપરનુ માનવુ છે કે, નવી પિચ પહેલાની તુલનામાં વધુ ટર્ન આપશે

|

Feb 12, 2021 | 11:12 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ શનિવાર 13 ફેબ્રુઆરીથી શરુ થનારી છે. એમએ ચિદંબરમ સ્ટેડીયમમાં સળંગ બીજી ટેસ્ટ મેચ બંને દેશોની ટીમ વચ્ચે રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતે 227 રન થી ગુમાવી હતી. આમ ઇંગ્લેંડ હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ ચાલી રહ્યુ છે. હવે બીજી ટેસ્ટ મેચ માટે પિચ તૈયાર થઇ ચુકી છે,

IND vs ENG: ઇંગ્લેંડના વિકેટકિપરનુ માનવુ છે કે, નવી પિચ પહેલાની તુલનામાં વધુ ટર્ન આપશે
ચેપકની નવી પિચ ઓછા ઉછાળ વાળી હશે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ શનિવાર 13 ફેબ્રુઆરીથી શરુ થનારી છે. એમએ ચિદંબરમ સ્ટેડીયમમાં સળંગ બીજી ટેસ્ટ મેચ બંને દેશોની ટીમ વચ્ચે રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતે 227 રન થી ગુમાવી હતી. આમ ઇંગ્લેંડ હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ ચાલી રહ્યુ છે. હવે બીજી ટેસ્ટ મેચ માટે પિચ તૈયાર થઇ ચુકી છે, કહેવામાં આવી રહ્યુ છે તે પ્રથમ ટેસ્ટ કરતા અલગ જ છે. ભારત સામે બીજી ટેસ્ટમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવવા માટે તૈયારી કરી રહેલા ઇંગ્લેંડના બેન ફોક્સ (Ben Fox) નુ માનવુ છે કે, ચેપકની નવી પિચ ઓછા ઉછાળ વાળી હશે. જેના થી અહી પ્રથમ ટેસ્ટના પ્રમાણમાં વધુ જલ્દી ટર્ન મળી શકશે.

ચેપક પિચ (Chepak Pitch) ની લાલ માટી પિચના ચોથી દિવસ સુધી ઝડપથી ટર્ન નહોતો મળી રહ્યો. ભારત હાલમાં શ્રેણીમાં પાછળ ચાલી રહ્ય છે, આવામાં હવે મજબૂત પક્ષ રાખવો જરુરી બન્યો છે. પિચ કેવી લાગી રહી છે એ અંગે પુછવા પર ફોકસ એ કહ્યુ હતુ કે, પાછળની મેચ થી અલગ છે. આ આગળની માટી છે, જે ઘેરા રંગની માટી છે. મને લાગે છે કે, બોલ ધીમી થઇ શકે છે અને કદાચ ઓછો ઉછાળ પણ મળી શકે છે. જોકે પિચને લઇને મારી પાસે ઘણો અનુભવ નથી, છતાં પણ મને આમ લાગે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પાંચ ટેસ્ટ મેચ રમી ચુકેલા 27 વર્ષીય આ વિકેટકિપર બેટ્સમેનએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેણે કહ્યુ હતુ કે, મને વિકેટને જાણવી સરળ નથી લાગતી. પાછળની વિકેટ કદાચ અઢી ત્રણ દિવસ સુધી સારી હતી, થોડી વધારે સારી. મને લાગે છે કે, આ પિચ થોડી ઝડપ થી સ્પિન લેશે. હું તેને લઇને ખૂબ આગળનુ વિચારવા નથી માંગતો. જોઇએ છે કે મેચના દિવસે શુ થાય છે. અમે પણ તેના હિસાબ થી જ રમવાનો પ્રયાસ કરીશુ. ઇંગ્લેંડ તરફ થી છેલ્લે 2019માં ટેસ્ટ રમવા વાળા ફોક્સને પોતાના સાથી ખેલાડીઓ તરફ થી ટિપ્સ મળી છે. તેનુ માનવુ છે કે, તે ટીપ્સને લઇને ઓફ સ્પિનર અશ્વિન નો સામનો કરવામાં મદદ મળશે. જે એક સારા ફોર્મમાં છે.

Next Article