IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં જ સમેટાઈ, અક્ષર પટેલની 6 અને અશ્વિનની 3 વિકેટ

|

Feb 24, 2021 | 7:18 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાઈ રહી છે.

IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં જ સમેટાઈ, અક્ષર પટેલની 6 અને અશ્વિનની 3 વિકેટ
Team India

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ (Joe Root)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી ટીમ ઈંગ્લેન્ડ માત્ર 112 રન કરીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલ (Akshar Patel) 6 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિન (Ashwin)એ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરો આમ ઈંગ્લેન્ડના પ્રથમ દાવને ઝડપથી સમેટવામાં સફળ રહ્યા હતા.

 

ટી બ્રેક સુધીમાં જ આમ તો ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલીયન પરત ફરી ચુકી હતી. ભારત તરફથી અશ્વિન અને અક્ષર પટેલ પોતાની ફીરકીની જાળમાં ઈંગ્લેંડને ફસાવી લેવામાં સફળ રહ્યુ હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ પણ સ્પિનર સામે પીચ પર ટકી શક્યા નહોતા, જો રુટને અશ્વિને 17 રન પર જ પોતાનો શિકાર બનાવી લીધો હતો. રુટના આઉટ થવા પર વિરાટ કોહલી પણ એકદમ એગ્રેસિવ થઈને કેપ્ટન વિકેટને સેલીબ્રેટ કરી હતી. ઈશાંત શર્માએ પણ એક વિકેટ ઝડપી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

https://twitter.com/Rahulvirat1_/status/1364538469775601664?s=20

 

ઈંગ્લેન્ડ તરફથી બેટીંગ કરતા ઓપનર ઝાક ક્રાઉલીએ અર્ધ શતક ફટકારી એક માત્ર સફળ બેટ્સમેન રહ્યો હતો. જ્યારે કેપ્ટન જો રુટે 17 રન બનાવ્યા હતા. આમ બાકીના ખેલાડીઓએ કોઈ જ દમ દેખાડ્યો નહોતો. ડી સીબ્લી અને બેરીસ્ટો શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. ઓલી પોપ પણ માત્ર એક રન પર જ અશ્વિનના બોલ પર ક્લીન બોલ્ડ થયો થયો હતો. કોકસ અને જોફ્રા આર્ચરને પણ અક્ષરે 12 અને 11 રન પર જ ક્લીન બોલ્ડ કરી દીધા હતા. આમ ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 50 ઓવર પણ ચાલ્યો નહોતો. 48.4 ઓવરમાં 112 રન કરીને ઓલઆઉટ થઈ જતા ભારતનો દાવ ઝડપથી આવ્યો હતો.

 

ડે નાઈટ ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં કોઈ પણ ઈનીંગમાં સ્પિનરોએ નવ વિકેટ ઝડપી નથી. પરંતુ અમદાવાદમાં અક્ષર 6 અને અશ્વિને 3 વિકેટ મળીને 9 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે ટેસ્ટ ટીમમાં હાલમાં પસંદ કરવામાં આવ્યો છે. તે ભારતીય ટીમ માટે 38 વન ડે અને 11 ટી20 મેચ રમી ચુક્યો છે. જ્યારે તેની આ બીજી ટેસ્ટ મેચ છે. ચેન્નાઇની ડેબ્યુ મેચમાં પણ તેણે એક જ ઇનીંગમાં 5 વિકેટ ઝડપી હતી.

Next Article