IND vs ENG: અમદાવાદમાં 81 રનમાં જ સમેટાઇ જનારી ઇંગ્લેંડની ટીમે અણગમતો રેકોર્ડ નોંધાવ્યો

|

Feb 26, 2021 | 11:21 AM

ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ (England cricket team) ના માટે ભારત પ્રવાસ ની શરુઆત શાનદાર જીત સાથે રહી હતી. તેમના માટે પાછલી બે ટેસ્ટ મેચ જોકે ખૂબ મુશ્કેલ નિવડી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેંડ એ 227 રન થી જીતી હતી. તેના બાદ ભારતે બીજી ટેસ્ટ મેચ 317 રન થી જીતી હતી. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ ભારતે 10 વિકેટ થી પોતાને નામ કરી લીધી હતી.

IND vs ENG: અમદાવાદમાં 81 રનમાં જ સમેટાઇ જનારી ઇંગ્લેંડની ટીમે અણગમતો રેકોર્ડ નોંધાવ્યો
England cricket team

Follow us on

ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ (England cricket team) ના માટે ભારત પ્રવાસ ની શરુઆત શાનદાર જીત સાથે રહી હતી. તેમના માટે પાછલી બે ટેસ્ટ મેચ જોકે ખૂબ મુશ્કેલ નિવડી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેંડ એ 227 રન થી જીતી હતી. તેના બાદ ભારતે બીજી ટેસ્ટ મેચ 317 રન થી જીતી હતી. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ ભારતે 10 વિકેટ થી પોતાને નામ કરી લીધી હતી. અમદાવાદ (Ahmedabad Test) માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડીયા (Team India) એ બે દિવસમાં જ મેચને 10 વિકેટ થી પોતાના પક્ષે કરી લીધી હતી. આ મેચમાં ઇંગ્લેંડ ક્રિકેટ ટીમ બીજી ઇનીંગમાં 81 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ઇંગ્લેંડની ટીમના નામે એક અણગમતો રેકોર્ડ નોંધાઇ ગયો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેંડ ક્રિકેટ ટીમનો ભારત સામે આ લોએસ્ટ સ્કોર છે. આ પહેલા 1971 માં ઇંગ્લેંડની ટીમ બીજી ઇનીંગમાં 101 રન પર ઓલઆઉટ થઇ હતી. જે મેચમાં બીએસ ચંદ્રશેખરએ 6 વિકેટ લીધી હતી. જે મેચ ઓવલમાં રમાઇ હતી. જે મેચમાં ટીમ ઇન્ડીયા સામે ઇંગ્લેંડ એ જીતનુ લક્ષ્યાંક 173 રનનુ રાખ્યુ હતુ. જેને ભારતીય ટીમએ ચાર વિકેટ શેષ રાખીને લક્ષ્યને પાર કરી લીધુ હતુ. આ સાથે જ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝને 1-0થી પોતાના નામે કરી લીધી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મેચની વાત કરવામાં આવે તો, ઇંગ્લેંડ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેંડની ટીમ એ 112 રન કર્યા હતા. જ્યારે બીજી ઇનીંગમાં ઇંગ્લેંડ ની ટીમે 81 રન કર્યા હતા. જેને જવાબમાં ભારતે પ્રથમ ઇનીંગમાં 145 રન કર્યા હત. 33 રનની લીડ સાથે ભારતે બેટીંગ કરતા 49 રનના લક્ષ્યાંકને ભારતે વિના વિકેટે હાંસલ કરી લીધો હતો.

Next Article