IND vs ENG: અક્ષર અને અશ્વિન સામે ફ્લોપ થયેલ ઇંગ્લેંડની ટીમે અણગમતો રેકોર્ડ નોધાવ્યો

|

Feb 25, 2021 | 9:56 AM

ભારત અને ઇંગ્લેડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહી છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઇંગ્લેંડની ટીમ પ્રથમ ઇનીંગમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી.

IND vs ENG: અક્ષર અને અશ્વિન સામે ફ્લોપ થયેલ ઇંગ્લેંડની ટીમે અણગમતો રેકોર્ડ નોધાવ્યો
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઇ રહી છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઇંગ્લેંડની ટીમ પ્રથમ ઇનીંગમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઇ હતી. ભારત તરફ થી અક્ષર પટેલ (Akshar Patel) એ શાનદાર બોલીંગ કરી હતી. તેણે 6 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. અશ્વિન (Ashwin) અને અક્ષરની જોડી સામે અંગ્રેજ બેટ્સમેનો પુરી રીતે લાચાર નજરે ચઢ્યા હતા. 112 રન પર ઓલઆઉટ થવાની સાથે જ ઇંગ્લેંડ એ પોતાના નામ પર એક ના ગમતો રેકોર્ડ પણ બનાવી લીધો હતો.

ભારતીય ધરતી પર રમતા ઇંગ્લેંડની આ પ્રથમ ઇનીંગમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. આ સાથે જ ભારત સામે ઇંગ્લેંડનો ચોથો સૌથી નિચો સ્કોર છે. ટીમ ઇન્ડીયા તરફ થી અક્ષર પટેલ એ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. અક્ષર પટેલ એ 6 વિકેટ અને અશ્વિન એ 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેંડ તરફ થી જેક ક્રાઉલી એ સૌથી વધુ 53 રનની રમત રમી હતી, જ્યારે બે બેટ્સમેન ખાતુ ખોલવામાં પણ સફળ થઇ શક્યા નહોતા. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ઇશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટ મેચમાં ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી છે. જ્યારે ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહના રુપમાં ઝડપી બોલરને ટીમમાં સામેલ કર્યા છે. ટીમ ઇન્ડીયાએ બોટીંગ ઓર્ડરમાં કોઇ છેડછાડ કરી નહોતી. ઇંગ્લેંડ એ પ્લેયીંગ ઇલેવનમાં ચાર બદલાવ કર્યા હતા. જેમ્સ એન્ડરસન, જેક ક્રોલે, જોની બેયરીસ્ટો અને જોફ્રા આર્ચરને ટીમમાં સમાવ્યા હતા. જો રુટ ભારતથી વિપરીત ત્રણ ઝડપી બોલરોની સાથએ ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઉતર્યા હતા.

Next Article