AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ટીમ ઇન્ડીયાને સપોર્ટ કરવા પહોંચી ક્યુટ સમર્થક, BCCIએ ફોટો કર્યો શેર

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હાલમાં ચેન્નાઇમાં રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દીવસની રમત પણ ઇંગ્લેંડના નામે જ રહી હતી.

IND vs ENG: ટીમ ઇન્ડીયાને સપોર્ટ કરવા પહોંચી ક્યુટ સમર્થક, BCCIએ ફોટો કર્યો શેર
રિતિકા અને તેની પુત્રી સમાયરાના સુંદર ફોટોને ટ્વીટર હેંડલ પર શેર કરી હતી.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 07, 2021 | 11:19 PM
Share

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હાલમાં ચેન્નાઇ માં રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ત્રીજા દીવસની રમત પણ ઇંગ્લેંડના નામે જ રહી હતી. પ્રથમ પારીમાં 578 રન બનાવ્યા હતા. હવે વારો ભારતનો બેટીંગ કરવાનો હતો. જેમાં ભારતના છ બેટ્સમેનોએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં વિકેટો ગુમાવી દીધી હતી. જોકે આ દરમ્યાન રોહિત શર્મા (Rohit Sharma) ની પત્નિ રિતિકા શર્મા (Ritika Sharma) પણ પોતાની પુત્રી સાથે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડીયા (Team India) ને ચિયર કરવા માટે પહોંચી હતી. ક્યુટ પુત્રી સાથેના ફોટોને BCCI એ પણ નાનકડી ક્યુટ સપોર્ટર કહી ટ્વીટ પોષ્ટ કરી હતી.

BCCI એ રોહિત શર્માની પત્નિ રિતિકા અને તેની પુત્રી સમાયરાના સુંદર ફોટોને ટ્વીટર હેંડલ પર શેર કરી હતી. સાથે જ BCCI એ કેપ્શન લખી હતી કે, હેલો કહો અમારી ક્યુટ સમર્થકને. બતાવી દઇએ કે રોહિત શર્મા હાલમાં પોતાની ફેમીલી સાથે ચેન્નાઇમાં રોકાયેલ છે. રોહિત સાથે તેની પત્નિ અને પુત્રી પણ ક્વોરન્ટાઇન સમય પુરો કરી ચુક્યા છે. જોકે રોહિત શર્મા પ્રથમ ઇનીંગ દરમ્યાન કંઇક ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 6 રન બનાવીને જ જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થઇ ગયો હતો. ભારતીય ટીમ એ ત્રીજા દીવસની રમતના અંત સુધીમાં 6 વિકેટ ગુમાવીને 257 રન જોડ્યા હતા. હવે ટીમ પર ફોલોઓનનો પણ ખતરો મંડરાવવા લાગ્યો છે.

ઇંગ્લેંડ તરફથી ડોમિનિક બેઝએ શાનદાર બોલીંગ કરી હતી. તેણે ચાર ભારતીય બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. બેઝ એ મેચમા તેની પ્રથમ વિકેટ વિરાટ કોહલીના રુપમાં ઝડપી હતી. ત્યાર બાદ અજીંક્ય રહાણેને પણ આગળની જ ઓવરમાં આઉટ કરી દીધો હતો. પુજારા અને પંતના વચ્ચેની ભાગીદારીને પણ બેઝ એ તોડી હતી. આ પહેલા ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને અશ્વિનએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">