IND vs ENG: અમ્પાયરોની ક્ષતીઓ પણ આવી સામે, રહાણેને પણ નોટ આઉટ આપવાને લઈને વિવાદ વકર્યો

|

Feb 14, 2021 | 12:01 AM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ અમ્પાયરીંગ કઠેડામાં ઉભી થઈ ગઈ છે. મેચના પ્રથમ દિવસના અંતિમ સેશન દરમ્યાન ત્રીજા અંપાયર પર સવાલ ઉભા થયા હતા.

IND vs ENG: અમ્પાયરોની ક્ષતીઓ પણ આવી સામે, રહાણેને પણ નોટ આઉટ આપવાને લઈને વિવાદ વકર્યો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ અમ્પાયરીંગ કઠેડામાં ઉભી થઈ ગઈ છે. મેચના પ્રથમ દિવસના અંતિમ સેશન દરમ્યાન ત્રીજા અંપાયર પર સવાલ ઉભા થયા હતા. રોહિત શર્મા (Rohit Sharma)ને સ્ટંપિગ પર આઉટ નહીં આપવાને લઈને પણ સવાલો થયા હતા. ત્યાં અજીંક્ય રહાણે (Ajinkya Rahane)ને પણ DRS દરમ્યાન પણ આવી જ સ્થિતી સર્જાઈ હતી. થર્ડ અમ્પાયર અનિલ ચૌધરી (Anil Chaudhary) સવાલોના નિશાના પર આજે રહ્યા હતા. કોમેન્ટેટરની સાથે અનેક ક્રિકેટરોએ પણ તેમની પર સવાલો ઉભા કર્યા હતા.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આમ એકવાર ફરીથી તટસ્થતાથી અમ્પાયરીંગની માંગ ઝડપી બની ગઈ છે. કોરોનાને લઈને હાલમાં જે દેશમાં સિરીઝ રમવામાં આવે છે, અંપાયર તે દેશના જ પસંદ કરવામા આવે છે. આવામાં મોટાભાગની શ્રેણીઓમાં ગરબડી સામે આવવા લાગી છે. જોકે પ્રથમ ટેસ્ટમાં અંપાયરોએ કમાલના નિર્ણય આપ્યા હતા, પરંતુ બીજી ટેસ્ટના પહેલા જ દિવસે અમ્પાયરીંગને લઈને સવાલો થવા લાગ્યા છે.

 

રોહિત શર્માને સ્ટંપિગ આઉટ કરવાને લઈને જેક લિચના બોલ પર ભારતીય ઈંનીગની 71 ઓવરમાં બેન ફોક્સે સ્ટંમ્પિગની અપીલ કરી હતી. રિપ્લેમાં જોવા મળી રહ્યુ હતુ કે, લીચનો બોલ રોહિતના બેટની બહારની કિનારીને સ્પર્શીને ફોક્સના હાથમાં ગઈ હતી. અહીં તેણે ઝડપથી બેલ્સ પણ ઉડાવી દીધી હતી. જોકે આ દરમ્યાન રોહિત શર્માનો પગ ક્રિઝ લાઈન પર હતો. નિયમ છે કે, બેટ્સમેનનો પગ અથવા બેટનો કેટલોક હિસ્સો લાઈનની અંદર હોવો જોઈએ. રોહિતનો પગ ફક્ત લાઈન પર જ હતો. પરંતુ થર્ડ અંપાયર અનિલ ચૌધરીએ માન્યુ કે રોહિતના પગનો કેટલોક હિસ્સો લાઈનની અંદર હતો. જેનાથી રોહિત બચી જવા પામ્યો હતો. જોકે અનેક લોકોનું માનવુ હતુ કે રોહિત શર્માને આઉટ આપવો જોઈતો હતો.

 

3 ઓવર બાદ એકવાર ફરીથી જેક લીચના બોલ પર આવી જ સ્થીતી સર્જાઈ. 75મી ઓવરના બીજા બોલ પર રહાણેની સામે અપીલ થઈ હતી. મેદાની અંપાયર અરવિંદ શર્માએ નોટ આઉટ આપ્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે ડીઆરએસ લીધો હતો. પહેલા રિવ્યુમાં જોયુ તો બેટનો કોઈ જ કિનારો બોલને નહોતો અડક્યો. આમ કેચની અપીલને ફગાવી દેવાઈ હતી. પરંતુ એલબીડબલ્યુની રીતે પણ ચકાસવામાં આવ્યુ હતુ, અહીં પણ બોલ બહારની તરફ બોલ ટપ્પો ખાઈ રહ્યો હતો. આમ આ રીતે પણ વિકેટ મળી શકી નહોતી. જોકે ઈંગ્લેન્ડની ટીમનું માનવુ હતુ કે, બોલ રહાણેના ગ્લોવ્ઝને અડકીને શોર્ટ લેગ પર ઉભેલા ઓલી પોપની પાસે ગઈ હતી.

https://twitter.com/Gmaxi_32/status/1360538852406882308?s=20

 

જો કે થર્ડ અંપાયરે તેને ચેક જ નહોતુ કર્યુ, જ્યારે જો રુટ વારંવાર આ અંગે અપીલ કરતો રહ્યો હતો. બાદમાં અંપાયર અરવિંદ શર્માએ આ અંગે વાત પણ કરી હતી. અંપાયર શર્માએ એ વાત માની હતી કે, ટીવી અંપાયરે અંત સુધી બોલને ચેક કર્યો નથી. જો રુટ જેને લઈને ખૂબ નારાજ જોવા મળ્યો હતો. જોકે રહાણે આગળની ઓવરમાં જ મોઈન અલીના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. જેનાથી ઈંગ્લેન્ડને ખાસ નુકશાન નહોતુ ગયુ. જોકે તેમનુ રિવ્યુ બેકાર થઈ ગયુ હતુ. પરંતુ જ્યારે ભુલની જાણ થઈ ત્યારે ઈંગ્લેન્ડની ટીમને રિવ્યુ ફરીથી એલોટ કરી દેવામાં આવ્યુ હતુ.

 

કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા માર્ક બુચરે પણ આ અંગે ઈશારો કર્યો હતો. તેમણે કહ્યુ કે, ટીવી અંપાયરે અંત સુધી બોલને તપાસવો પડે. તેમની સાથે ભારતીય લક્ષ્મણ શિવરામાકૃષ્ણને પણ કહ્યુ કે, જે બાબતની માંગ હતી તેને જ જોવામાં નથી આવી. ઈંગ્લેન્ડની ટીમ આ અંગે વાત કરી રહી હતી. ટીવી અંપાયરે અંત સુધી બોલને જોવો જોઈએ. તે અંગે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવે એ પણ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

Next Article