IND vs ENG: ચેતેશ્વર પુજારા ઇજાને લઇને ફિલ્ડીંગ કરવાથી રહ્યો દુર, BCCIએ આપી જાણકારી

|

Feb 14, 2021 | 2:58 PM

IND vs ENG ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પોતાના શરીર પર અનેક હુમલાઓને ઝીલવા વાળા પુજારાને હજુ પણ રાહત નથી, ભારતમાં ઈગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ રમતા પુજારાના હાથે ઈજા પહોચી છે તેના સ્થાને અન્ય ખેલાડીને ફિલ્ડમ માટે ઉતારવામાં આવ્યો છે.

IND vs ENG: ચેતેશ્વર પુજારા ઇજાને લઇને ફિલ્ડીંગ કરવાથી રહ્યો દુર, BCCIએ આપી જાણકારી
બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બેટીંગ કરતા સમયે ચેતેશ્વર પુજારાના હાથમાં ઇજા પહોંચી હતી.

Follow us on

ચેન્નાઇ (Chennai) માં ઇંગ્લેંડ (England) ની સામે બીજી ટેસ્ટમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમ (Team India) ના પક્ષ ઘણીબધી ચીજો થઇ છે. પ્રથમ દિવસે રોહિત શર્મા (Rohit Sharma) એ શાનદાર શતક ફટકાર્યુ હતુ. પ્રથમ ઇનીંગમાં ભારતે 329 રન કર્યા હતા. તો ઇંગ્લેંડની પણ ઝડપથી આઠ વિકેટ ઝડપી લીધી હતી. આમ હવે ભારત બીજી ટેસ્ટમાં મજબુત સ્થિતીમાં આવી ગયુ છે. આ દરમ્યાન હવે એક ચિંતાની જાણકારી સામે આવી છે. ટીમનો ભરોસાપાત્ર ખેલાડી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) આંગળી પર ઇજાને લઇને ફિલ્ડીંગ કરવા માટે મેદાનમાં નથી આવ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) નિવેદન આપતા કહ્યુ હતુ કે, તે બીજા દિવસની રમતમાં મેદાનમાં નહી આવે.

ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પોતાના શરીર પર અનેક હુમલાઓને ઝીલવા વાળા પુજારાને હજુ પણ રાહત નથી. ચેન્નાઇ ટેસ્ટના પહેલા પણ તેને ઇજા પહોંચી હતી. મેચના પહેલા દિવસે બેટીંગ દરમ્યાન ઇંગ્લેંડના ઝડપી બોલર ઝડપી બોલર ઓલી સ્ટોનના બોલ તેના હાથમાં વાગ્યો હતો.જોકે પુજારા રમત રહ્યો હતો, પરંતુ બીજા દિવસની રમતમાં ફિલ્ડીંગ કરવા માટે તે ઉતરી શક્યો નહોતો. પુજારાના સ્થાને મયંક અગ્રવાલ ફિલ્ડીંગ માટે મેદાનમાં ઉતર્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

BCCI એ રવિવારે 14 ફેબ્રુઆરીએ નિવેદન જારી કરીને બતાવ્યુ હતુ કે, પુજારા ફિલ્ડીંગ માટે મેદાનમાં નહી ઉતરી શકે. BCCI એ કહ્યુ હતુ કે, ભારતીય ક્રિકેટ બોર્ડ મુજબ ઇંગ્લેંડની સામે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બેટીંગ કરતા સમયે ચેતેશ્વર પુજારાના હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં તેને પીડાની ફરીયાદ ઉપડતા, તે આજે ફિલ્ડીંગમાં નહી ઉતરે.

પુજારાએ હાલમાં જ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન અતિમ ઇનીંગમાં પોતાના શરિર પર 11 જેટલા બોલ ઝિલ્યા હતા. ભારત બોર્ડર ગાવાસ્કર ટ્રોફીને પોતાની પાસે રાખવા માટે બ્રિસબેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં 329 રનનો પિછો કરી રહ્યા હતો. જે મેચમાં 33 વર્ષીય પૂજારાએ દિવાલ સ્વરુપ 211 બોલમાં 56 રનની રમત શાનદાર રીતે રમ્યો હતો. ભારતે જેમાં ત્રણ વિકેટે યાદગાર જીત મેળવી હતી.

Next Article