Ind vs Eng: ભારતીય ટીમ આગામી વર્ષે ઇંગ્લેંડનો પ્રવાસ ખેડશે, પાંચ ટેસ્ટ મેચનો કાર્યક્રમ જાહેર કરાયો

|

Nov 19, 2020 | 8:13 AM

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસનો પુરો કાર્યક્રમ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવ્યો છે. ભારતે આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પ્રવાસ ની શરુઆત ભારતીય ટીમ ટ્રેન્ટ બ્રિઝ ટેસ્ટ થી ચોથી ઓગષ્ટ થી કરશે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ બાદ ઇંગ્લેન્ડ ની […]

Ind vs Eng: ભારતીય ટીમ આગામી વર્ષે ઇંગ્લેંડનો પ્રવાસ ખેડશે, પાંચ ટેસ્ટ મેચનો કાર્યક્રમ જાહેર કરાયો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસનો પુરો કાર્યક્રમ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવ્યો છે. ભારતે આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પ્રવાસ ની શરુઆત ભારતીય ટીમ ટ્રેન્ટ બ્રિઝ ટેસ્ટ થી ચોથી ઓગષ્ટ થી કરશે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ બાદ ઇંગ્લેન્ડ ની યજમાની કર્યા બાદ ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ જશે.

ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે આવતા વર્ષે થવાની ટેસ્ટ સિરીઝનો પુર્ણ કાર્યક્રમ પણ નક્કિ થઇ ચુક્યો છે. ટેસ્ટ મેચની તારીખ અને સ્થળ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. 8, ઓગષ્ટે ટીમ ઇન્ડીયા ટ્રેન્ટ બ્રિઝમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. બીજી ટેસ્ટ મેચ 12 થી 16 ઓગષ્ટ દરમ્યાન રમાશે, જે લોર્ડ્સના ઐતિહાસીક મેદાનમાં રમવામાં આવશે. હેંન્ડિગ્લેમાં બંને ટીમો સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 25 થી 29 ઓગષ્ટ વચ્ચે રમાશે. 2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ઓવલમાં રમાશે. ઇંગ્લેેંડ પ્રવાસની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓલ્ડ ટ્રેફર્ડ માં 10 થી 15 સપ્ટેમ્બર વચ્ચે રમાશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ભારતીય ટીમનો ઇંગ્લેંડ પ્રવાસ 2021 નો કાર્યક્રમ.

4 થી 8 ઓગષ્ટ પ્રથમ ટેસ્ટ ટ્રેન્ટ બ્રિઝ,

12 થી 16 ઓગષ્ટ બીજી ટેસ્ટ લોર્ડસ,

25 થી 29 ઓગષ્ટ ત્રીજી ટેસ્ટ  હેંન્ડિગ્લે,

2 થી 6 સપ્ટેમ્બર ચોથી ટેસ્ટ ઓવલ,

10 થી14 સપ્ટેમ્બર પાંચમી અંતિમ ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડ,

વર્ષ 2021માં ભારતીય ટીમનો પ્રસ્તાવિત કાર્યક્રમ.

આવતા વર્ષ ભારતીય ટીમ ફેબ્રુઆરીમાં ઇંગ્લેંડની સામે ભારતમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમનારી છે. ત્યાર બાદ માર્ચમાં ત્રણ વન ડે મેચોની સિરીઝ રમવા માટે અફઘાનિસ્તાનની ટીમ ભારત આવશે. જુલાઇ માસમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર પહોંચશે, જ્યાં ત્રણ ટી-20 મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે રવાના થશે. ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ કરનાર છે. જેમાં ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમાશે. ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ટી-20 વિશ્વકપનુ આયોજન ભારતમાં થનારુ છે. નવેમ્બરમાં ભારત ન્યુઝીલેન્ડની સાથે ભારતમાં બે વન ડે મેચ રમાનારી છે. જ્યારે વર્ષનો અંત આફ્રીકા પ્રવાસ સાથે થનારો છે. ભારતીય ટીમનો આ પ્રસ્તાવિત કાર્યક્રમ હાલ તો આ પ્રમાણે વ્યસ્ત છે, જેમાં જોકે સમયાનુસાર સામાન્ય ફેરફાર ફણ થઇ શકે છે. જોકે વર્ષ 2021 ક્રિકેટ થી ભરપુર રહેશે.

Next Article