IND vs ENG: શ્રેણીમાં મોટી ઇનીંગથી દુર રહેતા બેન સ્ટોક્સનુ દર્દ છલકાયુ, કહ્યુ કેરિયરની મુશ્કેલ સિરીઝ

|

Mar 05, 2021 | 10:37 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડની ટીમની હાલત ખૂબ જ સંઘર્ષ પુર્ણ બની ચુકી છે. આ દરમ્યાન બેન સ્ટોક્સે (Ben Stokes) પણ સિરીઝને એક બેટ્સમેના રુપમાં કેરિયરની સૌથી મુશ્કેલ સિરીઝ બતાવી છે.

IND vs ENG: શ્રેણીમાં મોટી ઇનીંગથી દુર રહેતા બેન સ્ટોક્સનુ દર્દ છલકાયુ, કહ્યુ કેરિયરની મુશ્કેલ સિરીઝ
Ben Stokes

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડની ટીમની હાલત ખૂબ જ સંઘર્ષ પુર્ણ બની ચુકી છે. આ દરમ્યાન બેન સ્ટોક્સે (Ben Stokes) પણ સિરીઝને એક બેટ્સમેના રુપમાં કેરિયરની સૌથી મુશ્કેલ સિરીઝ બતાવી છે. સ્ટોક્સ એ કહ્યુ હતુ કે, તે પુરી દુનિયામાં રમી ચુક્યો છે, પરંતુ આટલી મુશ્કેલ સ્થિતીનો સામનો અત્યાર સુધી નથી કર્યો. અમદાવાદ (Ahmedabad Test) માં રમાઇ રહેલી સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં સ્ટોક્સએ 55 રનની ઇનીંગ રમી હતી. જોકે તેની તે સારી શરુઆતને મોટી ઇનીંગમાં બદલી નહી શકવાની નિરાશા અનુભવી રહ્યો હતો.

ઇંગ્લેંડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એ કહ્યુ હતુ કે, હું અત્યાર સુધીમાં 70 આસપાસ ટેસ્ટ મેચ રમી ચુક્યો છુ. પરંતુ આવી મુશ્કેલ સ્થિતીનો સામનો નથી કર્યો, જ્યાં હું પુરી દુનિયામાં ક્રિકેટ રમી ચુક્યો છું. પોતાની વિકેટ ઝડપ થી ગુમાવવાને લઇને બેન સ્ટોક્સ નારાજ જણાતો હતો. તેણે કહ્યુ કે, હું ખુબ વધારે નિરાશ છુ કે મે સારી શરુઆત કર્યા બાદ વિકેટ ગુમાવી દિધી. ફિફટી એક એવો સ્કોર નથી કે જે ટેસ્ટ મેચમાં તમને જીત અપાવે. સ્ટોક્સ વોશિંગ્ટન સુંદરના સ્કિડ કરતા બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો.

સ્ટોક્સ એ આગળ પણ કહ્યુ હતુ કે, હું ખૂબ નિરાશ છુ કે , તે વિકેટ પર સહજતા અનુભવવા લાગ્યા બાદ જલદી આઉટ થઇ ગયો. ખાસ તો ત્યારે જ જ્યારે મે સ્કિડ કરતા બોલથી બચવામાં અઢી કલાક વિતાવ્યા અને સ્કિડ બોલ પર જ આઉટ થઇ ગયો. એટલા માટે જ હું ખૂબ નિરાશ હતો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની બોલીંગ આગળ એકવાર ફરી થી ઇંગ્લીશ બેટ્સમેન લાચાર નજર આવ્યા હતા અને પુરી ટીમ 205 રન બનાવી ને આઉટ થઇ ગઇ હતી. જસપ્રિત બુમરાહના સ્થાન પર સમાવાયેલા મહંમદ સિરાજે જો રુટ અને જોની બેયરસ્ટોની બે મહત્વની વિકેટ ઝડપી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Next Article