IND vs ENG: ટીમ ઇન્ડીયામાં હવે નવા નામથી ઓળખાશે અશ્વિન, 400 વિકેટ હાંસલ કરતા કોહલીની જાહેરાત

|

Feb 26, 2021 | 9:54 AM

માણસનુ નામ જ તેની ઓળખ હોય છે. ભારતીય ક્રિકેટ માં અશ્વિન (Ashwin) એક એવુ જ મોટુ નામ છે. આ નામ એક મિશાલ છે, ભારતની મોટી જીતો નો. આ નામ ને ઓળખવામા આવે છે, મુશ્કેલીઓમાંથી ટીમ ઇન્ડીયાને ઉગારવા માટે. વિરાટ કોહલી (Virat Kohli) જેવા કેપ્ટનને પણ ગર્વ થા છે કે, તેના જેવો ખેલાડી તેની ટીમમાં છે.

IND vs ENG: ટીમ ઇન્ડીયામાં હવે નવા નામથી ઓળખાશે અશ્વિન, 400 વિકેટ હાંસલ કરતા કોહલીની જાહેરાત
Ashwin

Follow us on

માણસનુ નામ જ તેની ઓળખ હોય છે. ભારતીય ક્રિકેટ માં અશ્વિન (Ashwin) એક એવુ જ મોટુ નામ છે. આ નામ એક મિશાલ છે, ભારતની મોટી જીતો નો. આ નામ ને ઓળખવામા આવે છે, મુશ્કેલીઓમાંથી ટીમ ઇન્ડીયાને ઉગારવા માટે. વિરાટ કોહલી (Virat Kohli) જેવા કેપ્ટનને પણ ગર્વ થા છે કે, તેના જેવો ખેલાડી તેની ટીમમાં છે. પરંતુ ટીમ ઇન્ડીયા (Team India) ની તમામ જીતનુ બ્યુગલ વગાડનાર આ નામ હવે બદલાઇ ચુક્યુ છે. જી હાં, આ બધુ થયુ છે, અમદાવાદ (Ahmedabad) ના પિંક બોલ ટેસ્ટ બાદ. પિંક બોલ ટેસ્ટના બાદ ટીમ ઇન્ડીયાની અંદર અશ્વિન હવે નવા નામ થી ઓળખવામાં આવશે. તેમનુ નામ દુનિયા માટે ભલે આર અશ્વિન હોય પણ તેમના સાથી ખેલાડીઓ માટે કંઇક અલગ જ નામ હશે. કારણ કે હવે કેપ્ટન વિરાટ કોહલી ખુદ એ તેમનુ નામ બદલી નાંખ્યુ છે.

વિરાટએ અશ્વિનના નવા નામનો ખુલાસો પિંક બોલ બાદ કર્યો હતો. તેણે ના તો ફક્ત અશ્વિનનના નવા નામનો ખુસાલો કર્યો હતો, પરંતુ નવુ નામ રાખવાનુ કારણ પણ દર્શાવ્યુ હતુ. કોહલીએ કહ્યુ હતુ કે, અશ્વિન એ જ્યારે 400 વિકેટ ઝડપી ત્યારે જ મે એને બતાવી દીધુ કે તે હવે નવા નામે ઓળખાશે.

વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, મેં અશ્વિનને તેની 400મી ટેસ્ટ વિકેટ બાદ એ બતાવી દીધુ કે, હું તેને લીજેન્ડ (Legend) કહીને બોલાવીશ. હવે તે આ નામ થી જ ઓળખવામાં આવશે. ભારતીય કેપ્ટને એ પણ કહ્યુ કે અશ્વિન જેવા ખેલાડી તેની ટીમમાં રમે છે. ખરેખર જ તે આજની ક્રિકેટના લિજેન્ડ છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

અશ્વિન એ પિંક બોલ ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ પારીમાં જ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઇનીંગમાં 4 વિકેટ ઝડપી હતી. આમ કરતા અશ્વિન એ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પુરી કરી હતી. ઇંગ્લેંડના જોફ્રા આર્ચર અશ્વિનની 400મી વિકેટનો શિકાર બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપ થી 400 વિકેટ સુધી પહોંચનાર મુથૈયા મુરલીધરન બાદ તે બીજો બોલર છે.

Next Article