IND vs ENG: અશ્વિને ટેસ્ટમાં 400 વિકેટ પુરી કરી, મુરલીધરન બાદ સૌથી ઝડપથી વિકેટ ઝડપી

|

Feb 25, 2021 | 7:43 PM

ભારત (India) ના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin)પોતાના પ્રદર્શન થી લગાતાર ટીમ માટે મેચ વિનર ખેલાડી સાબિત થઇ રહ્યો છે. અશ્વિનએ ગુરુવાર એ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેંડ (England) સામેની મેચમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી હતી.

IND vs ENG: અશ્વિને ટેસ્ટમાં 400 વિકેટ પુરી કરી, મુરલીધરન બાદ સૌથી ઝડપથી વિકેટ ઝડપી
Ashwin

Follow us on

ભારત (India) ના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin)પોતાના પ્રદર્શનથી લગાતાર ટીમ માટે મેચ વિનર ખેલાડી સાબિત થઇ રહ્યો છે. અશ્વિનએ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેંડ (England) સામેની મેચમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી હતી. અશ્વિન અમદાવાદમાં રમતા પોતાના ટેસ્ટ કેરિયરની 400 મી વિકેટના આંકને પુરો કર્યો હતો. આ સાથે જ ભારતનો તે ચોથો ખેલાડી બની ચુક્યો છે કે જેણે 400 વિકેટ પુરી કરી છે.

અશ્વિન એ ઇંગ્લેંડના જોફ્રા આર્ચર ને આઉટ કરીને ટેસ્ટમાં 400 વિકેટનો આંકડાને અડક્યો હતો. આ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે એ 619 વિકેટ, કપિલ દેવ એ 434 વિકેટ અને હરભજન સિંહ એ 417 વિકેટ ઝડપી હતી. આ સાથે જ અશ્વિન હવે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં કુલ 600 વિકેટ પુરી કરી લીધી છે.

મુરલીધરન બાદ સૌથી ઝડપી 400 વિકેટ ઝડપી
અશ્વિન એ 400 વિકેટ ઝડપવાના મામલામાં અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. સૌથી ઝડપ થી 400 વિકેટ ઝડપવા વાળો દુનિયાનો બીજો ખેલાડી બન્યો છે. તેના પહેલા મુથૈયા મુરલીધરન છે. અશ્વિન એ પોતાના 77મી ટેસ્ટ મેચમાં આ મુકામ હાંસલ કર્યુ છે. તો મુરલીધરન એ 72 ટેસ્ટ મેચમાં જ આ મુકામ હાંસલ કર્યો હતો. અશ્વિન ન્યુઝીલેન્ડના મહાન બોલર રિચાર્ડ હેડલીને પાછળ છોડવામાં સફળ રહ્યો છે. હેડલીએ 80 ટેસ્ટ મેચમાં 400 વિકેટ પુરી કરી લીધી છે. હેડલી સાથે દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન છે. ત્યાર બાદ શ્રીલંકાના રંગના હેરાથ છે, જેણે 84 મેચમાં 400 વિકેટ પુરી કરી હતી.

600 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનારો ભારતનો પાંચમો બોલર
અશ્વિન એ આર્ચર પહેલા બેન સ્ટોક્સ નો આઉટ કરીને 600 આંતરરાષ્ટ્રીય વિકેટ પુરી કરી લીધી હતી. તે આ ઉપલબ્ધી હાંસલ કરવા વાળો ભારતનો પાંચમો બોલર છે. અશ્વિન એ ટેસ્ટમાં 400 વિકેટ ઉપરાંત વન ડે માં 150 અને ટી20 માં 52 વિકેટ ઝડપી છે. તેના પહેલા આ યાદીમાં અનિલ કુંબલે, કપિલ દેવ, હરભજન સિંહ, ઝાહિર ખાનના નામ છે. પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેના નામે 956 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. તેના બાદ હરભજનસિંહ ના નામે 711 વિકેટ છે. આ બંનેના બાદ 687 વિકેટ લેવા વાળા વિશ્વ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને 610 વિકેટ સાથે ઝાહિર ખાન છે.

Published On - 7:42 pm, Thu, 25 February 21

Next Article