IND vs ENG: અક્ષર પટેલે બીજી ઇનીંગની શરુઆતે જ ધમાકેદાર બોલીંગ, કુલ 11 વિકેટ ઝડપીને મચાવ્યો તરખાટ

|

Feb 25, 2021 | 6:49 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. બંને ટીમોના સ્પિનરો માટે ઉત્સાહનો માહોલ છે. પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેંડને ફક્ત 112 રન પર જ સમેટી લીધી હતી. પરંતુ બીજા દિવસની શરુઆતમાં જ ભારતીય ઇનીંગ 145 રન પર ફસડાઇ ગઇ હતી.

IND vs ENG: અક્ષર પટેલે બીજી ઇનીંગની શરુઆતે જ ધમાકેદાર બોલીંગ, કુલ 11 વિકેટ ઝડપીને મચાવ્યો તરખાટ
Akshar Patel

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. બંને ટીમોના સ્પિનરો માટે ઉત્સાહનો માહોલ છે. પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેંડને ફક્ત 112 રન પર જ સમેટી લીધી હતી. પરંતુ બીજા દિવસની શરુઆતમાં જ ભારતીય ઇનીંગ 145 રન પર ફસડાઇ ગઇ હતી. બંને ટીમો તરફ થી સ્પિનરોએ 9-9 વિકેટ લીધી હતી. આ બધાની વચ્ચે ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Axar Patel) માટે ખાસ રહી છે. તેણે ઘરેલુ મેદાનમાં ઇંગ્લેંડની પ્રથમ ઇનીંગમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનીંગમાં પ્રથમ ઓવરમાં જ તેણે તહેલકો મચાવી દીધો હતો. એક સમયે તો તે હેટ્રીક જાણે કે પુરી કરી લીધી હતી પરંતુ DRS એ તેને હેટ્રીક થી અટકાવી દીધો હતો. બીજી ઇનીંગમાં પણ 5 વિકેટ ઝડપી હતી.

અમદાવાદમાં ડે નાઇટ ટેસ્ટ દરમ્યાન બીજી ઇનીંગમાં ભારતને સારી શરુઆતની જરુર હતી. કેપ્ટન વિરાટ કોહલીએ બોલ લોકલ હિરો અક્ષર પટેલના હાથમાં આપ્યો હતો. જેણે પહેલી ઓવરમાં જ તોફાન સર્જી દીધુ હતુ. અક્ષર પટેલ એ બીજી ઇનીંગની શરુઆતે પહેલા બોલે જ જેક ક્રોલીને શૂન્ય પર જ બોલ્ડ કરી દીધો હતો.

અક્ષર પટેલ એ પ્રથમ ઇનીંગમાં અંતિમ વિકેટ ઝડપી હતી, હવે બીજી ઇનીંગમાં પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપી હતી. આમ તે હેટ્રીક પર હતો. ક્રિઝ પર આવેલા ઇંગ્લેંડના બેટ્સમેન જોની બેયરીસ્ટોએ તેને એ મોકો આપ્યો હતો. અક્ષરના બોલ પર બેયરીસ્ટોએ સ્વિપ કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ચુકી ગયો હતો, એલબીડબલ્યુ ની જોરદાર અપિલ થઇ હતી. જેની પર ફિલ્ડ અંપાયરે આઉટ પણ આપી દીધો હતો. અક્ષર સહિત ભારતીય ખેલાડીઓએ હેટ્રીકનો ઉત્સવ મનાવવો શરુ કરી દીધો હતો. જોરકે બેયરીસ્ટોએ DRS લીધો હતો. જેમાં તે બચી ગયો હતો, આમ અક્ષર હેટ્રીક પૂરી નથી કરી શક્યો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જોકે બેયરીસ્ટોને તેનો કોઇ વધારે ફાયદો નહોતો થયો, આગળના બોલે જ તે ડિફેન્ડ કરવાની કોશિષમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. એટલે કે અક્ષર લગાતાર 3 બોલ પર 3 વિકેટ લેવાના મોકા પર હતો, જેમાં તે 2 વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. અક્ષર હેટ્રીક તો પુરી કરી શક્યા નહોતા, પરંતુ પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ઝડપીને ભારતને શાનદાર શરુઆત કરાવી હતી.

આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતને જીત માટે 49 રનનો લક્ષ્યાંક મળી ચુક્યો છે. ઓછા રનને લઈને મેચનું પરિણામ આજે જ આવી જાય તેમ લાગી રહ્યું છે.

Next Article