IND vs ENG: પિચને લઇને સવાલો ઉઠાવનારાઓને અક્ષર પટલે પણ વળતો જવાબ વાળ્યો, કહ્યુ માનસિકતા બદલો

|

Feb 16, 2021 | 9:40 AM

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસ થી જ એમ એ ચિદંમબરમ સ્ટેડિયમ (M A Chidambaram Stadium) ની પિચ ચર્ચાનો મુદ્દો બની છે. ભારતીય ટીમ (Team India) એ આ જ પિચ પર બંને ઇનીંગમાં બેટ અને બોલીંગથી કમાલ દેખાડ્યો છે.

IND vs ENG: પિચને લઇને સવાલો ઉઠાવનારાઓને અક્ષર પટલે પણ વળતો જવાબ વાળ્યો, કહ્યુ માનસિકતા બદલો
Akshar Patel

Follow us on

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસ થી જ એમ એ ચિદંમબરમ સ્ટેડિયમ (M A Chidambaram Stadium) ની પિચ ચર્ચાનો મુદ્દો બની છે. ભારતીય ટીમ (Team India) એ આ જ પિચ પર બંને ઇનીંગમાં બેટ અને બોલીંગથી કમાલ દેખાડ્યો છે. તો ઇંગ્લીશ ટીમ બેટીંગમાં તો નિરાશ રહી છે જ, સાથે બોલીંગમાં પણ કંઇ ખાસ સફળ રહી નથી. આવામાં અનેક ઇંગ્લેંડના પૂર્વ ક્રિકેટરો આ પિચ પર સવાલો સર્જી રહ્યા છે. ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) એ એવા લોકોને જબરદસ્ત જવાબ આપ્યો છે. સાથે જ કહ્યુ છે કે, ફરિયાદો કરવાને બદલે માનસિકતામાં બદલાવ લાવવાની જરુર છે.

આ મેદાનમાં પહેલી ટેસ્ટમાં પ્રથમ બે દિવસ બેટીંગ કરવામાં સરળતા રહી હતી. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) એ શાનદાર બેવડી સદી ફટકારી હતી. જોકે આગળના ત્રણ દિવસ બોલરોને માટે સારા રહ્યા હતા. પરંતુ ભારતે 227 રને હાર મેળવી હતી. બીજી ટેસ્ટ મેચ માટે પિચમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ભારતે સ્પિનરોને અનુરુપ પિચ બનાવી હતી. ભારતે પ્રથમ ઇનીંગ રમતા રોહિત શર્માની સદીની મદદ થી 329 રન કર્યા હતા,. જ્યારે તેના જવાબની ઇનીંગમાં માત્ર 134 રન પર જ ઇંગ્લેંડ ઓલઆઉટ થઇ ગયુ હતુ. મેચના ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારત બીજી ઇનીંગમા 286 રન કરીને ઓલઆઉટ થયુ હતુ. જેના દમ પર લીડ સાથે ભારતે ઇંગ્લેંડને 482 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ.

ત્રીજા દિવસને અંત બાદ ભારત વતી ટેસ્ટમાં ડેબ્યુ કરનાર અક્ષર પટેલે કહ્યુ હતુ. કે, જો તમે પિચ વિશે વાત કરતા હોય તો મને નથી લાગતુ કે કોઇ બોલ હેલ્મેટ સાથે ટકરાઇ હોય. બોલ સામાન્ય રિતે જ સ્પિન થઇ રહી છે. અમે બંને એક જ પિચ પર રમી રહ્યા છીએ. સાથે જ રન પણ બનાવી રહ્યા છીએ. જેને લઇને મને નથી લાગતુ કે, કોઇ ને પણ કોઇ પણ સમસ્યા થવી જોઇએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અક્ષર પટેલે વિદેશી પૂર્વ ક્રિકેટરોની પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યુ, જ્યારે અમે વિદેશ જઇએ, તો અમે ઝડપી બોલરોની મદદગાર પિચ રમતા આવી ફરિયાદો નથી કરી. કે નથી વધારે ઘાસ હોવાનુ કહ્યુ. મને લાગે છે કે, વિકેટના અંગે વિચારવાને બદલે પોતાની માનસિકતાને બદલવી પડશે.

Next Article