IND vs ENG: અજીંક્ય રહાણે અને રોહિત શર્મા ચેન્નાઇ પહોંચ્યા, બાકીના ખેલાડીઓ આજે પહોંચશે

|

Jan 27, 2021 | 9:29 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 5 ફેબ્રુઆરી થી ચેન્નાઇ (Chennai Test) માં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરંમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં રમાનારી છે.

IND vs ENG: અજીંક્ય રહાણે અને રોહિત શર્મા ચેન્નાઇ પહોંચ્યા, બાકીના ખેલાડીઓ આજે પહોંચશે
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચેન્નાઇ (Chennai Test) માં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરંમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં રમાનારી છે. ભારતીય ટીમ (Team India) ને ઉપકપ્તાન અજીંક્ય રહાણે (Ajinkya Rahane), રોહિત શર્મા (Rohit Sharma) અને શાર્દુલ ઠાકુર (Shardul Thakur) ચેન્નાઇ પહોંચી ચુક્યા છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના બાકીના ખેલાડીઓ બુધવારે ચેન્નાઇ પહોંચશે. તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે એક સપ્તાહનો ક્વોરન્ટાઇન પીરીયડ પસાર કરવો પડશે. ઇંગ્લેંડ તરફથી બેન સ્ટોક્સ (Ben Stokes) સહિત 15 ઇંગ્લીશ ખેલાડીઓ અને સ્ટાફ ભારત આવી ચુક્યા છે. જ્યારે શ્રીલંકામાં ટેસ્ટ પુર્ણ થઇ જતા આજે બુધવારે બાકીના ઇંગ્લેંડના ખેલાડીઓ ચેન્નાઇ પહોંચશે.

અજીંક્ય રહાણે, રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર મુંબઇથી ચેન્નાઇ પહોંચીને હોટલ પહોંચ્યા છે. જ્યાં બંને ટીમોના સભ્યો બાયો-બબલમાં રહેશે. ભારતીય ટીમના સ્થાનિય મિડીયા અધિકારીએ આ જાણકારી આપી હતી. તામિલનાડુ ક્રિકેટ સંઘના એક અધિકારીએ બતાવ્યુ હતુ કે, બંને ટીમોના ખેલાડી હોટલ લીલા પેલેસમાં છ દિવસ બાયો-બબલમાં રહેશે. તેઓ 2, ફેબ્રુઆરીથા પ્રેકટીશ સેશન શરુ કરી શકશે. સિરીઝની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીએ રમાનારી છે. ભારતની ટીમ જ્યાં ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી પર 2-1 થી ટેસ્ટ સિરીઝમાં હરાવીને પરત ફરી છે. ત્યાં ઇંગ્લેંડની ટીમ શ્રીલંકાને 2-0 થી ટેસ્ટ શ્રેણીમાં હરાવીને આવી રહી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ચેન્નાઇ સિરીઝ બાદ આખરી બંને ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી છે. ઇંગ્લેંડની ટીમને ભારત પ્રવાસ દરમ્યાન ચાર ટેસ્ટ, પાંચ ટી-20 અને ત્રણ વન ડે મેચોની શ્રેણી રમવાની છે. ભારત પ્રથમ બે ટેસ્ટ માટે પોતાની ટીમનુ એલાન કરી ચુકી છે. ટીમમાં નિયમીત કેપ્ટન વિરાટ કોહલી પરત ફર્યા છે. હાર્દિક પંડ્યા અને ઝડપી બોલર ઇશાંત શર્માની વાપસી થઇ છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર પોતાનો દમ દેખાડનારા વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં સ્થાન મળી ચુક્યુ છે.

Next Article