IND vs ENG: રોહિત શર્માને લઇ અજય જાડેજા આગળ આવ્યા, ફોર્મમા આરામ પસંદ ના કરે, આ તો સવાલ ઉભા કરે છે

|

Mar 14, 2021 | 8:48 AM

ટેસ્ટ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા (Rohit Sharma) પુરી રીતે લયમાં જોવા મળ્યો હતો. તેણે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડ (England) સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા.

IND vs ENG: રોહિત શર્માને લઇ અજય જાડેજા આગળ આવ્યા, ફોર્મમા આરામ પસંદ ના કરે, આ તો સવાલ ઉભા કરે છે
Ajay Jadeja

Follow us on

ટેસ્ટ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા (Rohit Sharma) પુરી રીતે લયમાં જોવા મળ્યો હતો. તેણે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડ (England) સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ત્યારબાદ જ્યારે T20 સિરીઝનો સમય આવ્યો તો, તેને અંતિમ ઇલેવનથી દુર કરી દેવામા આવ્યો હતો. સૌ કોઇને આ વાત અજૂગતી લાગવા માંડી હતી. રોહિત શર્માને આરામને બહાને ટીમથી બહાર રાખવામાં આવતા સૌ કોઇ આશ્વર્ય અનુભવી રહ્યુ છે. એક એવો બેટ્સમેન કે જે પુરી રીતે ફોર્મમાં હતો, તેને જ અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહી. આ વાત જ ક્રિકેટ ચાહકોને પચી નથી રહી.

રોહિત શર્માને ટીમમાં સ્થાન નહી આપવાને લઇને ભારતીય ટીમના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એ આક્રોશ દર્શાવ્યો હતો. તેમણે જાહેર કર્યુ હતું કે, ટીમમાં જો તે નહી હોય તો તે ટીવી પર મેચ નહી જુએ. હવે સહેવાગ બાદ ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા (Ajay Jadeja) પણ આગળ આવ્યા છે. તેમણે પણ રોહિત શર્માને ટીમમાં નહી રાખવાને લઇને સવાલ ઉઠાવ્યા છે. ક્રિકબઝના એક કાર્યક્રમ દરમ્યાન રોહિત શર્માને ટીમમાં સામેલ નહી કરવાના નિર્ણયને લઇને અજય જાડેજાએ તેને ખોટો ગણાવ્યો હતો.

જાડેજાએ કહ્યુ હતું કે, રોહિત શર્મા પોતાના બેસ્ટ ફોર્મમાં છે અને તે આરામ તો કરવાનુ નહી ઇચ્છે. તેમણે આગળ પણ કહ્યુ હતુ કે, દુનિયાનો કોઇ પણ ખેલાડી પોતાના ફોર્મમાં હોય ત્યારે આરામ પસંદ નથી કરતો હોતો. ખાસ પ્રકારે તો એક બેટ્સમેન ના રુપમાં તો ક્રિકેટ એવી ગેમ છે કે, તે ફોર્મથી ચાલે છે, લયથી ચાલે છે. જો બેટ્સમેન લયમાં હોય તો તે ખુદ તો, તેને નહી છોડવા માંગે, ઇંગ્લેંડ એ પણ ટેસ્ટ શ્રેણીમાં ભૂલ કરી હતી, તેણે પણ પોતાના મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો. તેના પરિણામે તેણે સિરીઝ હારવી પડી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અજય જાડેજાનુ કહેવુ છે કે, જે ખેલાડી ફોર્મમાં હોય, તે પોતે તો ટીમથી બહાર નહી રહેવા ઇચ્છે. આમ આ અનેક સવાલો ઉભા કરે છે. આમ પણ રોહિત શર્માને ટીમમાં નહી હોવાને લઇને ભારતીય ટોચનો ક્રમ પુરી રીતે લડખડાઇ ગયો હતો. જેને કારણે ટીમ પણ મોટો સ્કોર બનાવી શકી નહોતી અને ઇંગ્લેંડની ટીમ આસાનીથી જીતી ગઇ હતી. હવે બંને દેશો વચ્ચે બીજી મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે.

Published On - 8:47 am, Sun, 14 March 21

Next Article