IND vs ENG: ‘થોડા સા આગે-મિલ્ખા સિંહ ભાગે, મુંહ પર ડાલ બોલ ઈસકે’ ઋષભ પંતે બોલી બોલીને મજા પાડી દીધી

|

Feb 14, 2021 | 10:46 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) બેટીંગ અને કિપીંગ ઉપરાંત સ્પિનરને સલાહ આપવા માટે પણ જાણીતો હતો.

IND vs ENG: થોડા સા આગે-મિલ્ખા સિંહ ભાગે, મુંહ પર ડાલ બોલ ઈસકે ઋષભ પંતે બોલી બોલીને મજા પાડી દીધી
Rishabh Pant

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) બેટીંગ અને કિપીંગ ઉપરાંત સ્પિનરને સલાહ આપવા માટે પણ જાણીતો હતો. અનેક વાર સ્ટંપમાં લાગેલા માઈકમાં તેની વાતો રેકોર્ડ થઈ છે. હવે એવુ જ કંઈક યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) પણ કરી રહ્યા છે. ચેન્નાઈ (Chennai Test)માં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં તેની વાતો સૌએ સાંભળી હતી. જેમાં તે સ્પિનરને સલાહ આપી રહેલો સાંભળવા મળી રહ્યો હતો. બીજી ટેસ્ટમાં પણ તેનો આ સીલસીલો ચાલુ રહ્યો હતો. વિકેટની પાછળ પંતની કોમેન્ટ્રી ઈંગ્લેન્ડ (England)ની પ્રથમ પારીમાં પણ જારી રહી હતી. લોકોને પણ તે ખૂબ પસંદ આવવા લાગી હતી. સારી વાત એ હતી કે પંત જે ટીપ્સ આપી રહ્યો હતો એ બોલરોને કામ પણ આવી રહી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી ટેસ્ટ દરમ્યાન ઋષભ પંતે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની બોલીંગ દરમ્યાન ખૂબ કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટ્રી ટીવી દર્શકોને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. તે અલગ અલગ બેટ્સમેનોના હિસાબથી કોમેન્ટ્રી કરી રહ્યો હતો. જેમ કે તેણે કહ્યુ કે, થોડા સા આગે, મિલ્ખા સિંહ ભાગે, ઓલી પોપ કો લોલીપોપ દો, ડંડે પે ડાલ ડંડે પે ડાલ ઈસે, બોલ ઘૂમેઘા તો યહ ઝુમેગા. આ પ્રકારે જ અક્ષરની બોલીંગની તારીફ કરતા પંતે કહ્યુ કે, એંગલ બડા તગડા હૈ બાપૂ ( મોટા ભાઈ) ખેલના હી પડેગા ઈસકો. ત્યારબાદ ફરી એકવાર કહ્યુ, મુંહ પર ડાલ બોલ ઈસકે.

 

ત્યાં જ અશ્વિનની બોલીંગ દરમ્યાન તો ઋષભ પંત લગાતાર કમ ઓન અશ્વિન અને એશ બોલતો જ રહે છે. લોકોને તો તેની પુરી આદત જાણે કે પડી ગઈ છે. બીજા દિવસની રમતમાં પંત એ જે પ્રકારે કીપીંગ દરમ્યાન કોમેન્ટ્રી કરી છે, તેનાથી અનેક લોકોને તેના ફેન બનાવી દીધા હતા. અનેક લોકોએ કહ્યુ કે જ્યારે પંત બોલી રહ્યો હોય ત્યારે કોમેન્ટ્રી મ્યુટ કરી દેવી જોઈએ. આમ તો વિકેટકીપરનું એક કામ સતત બોલતા રહેવાનું અને ટીમ અને બોલરનો ઉત્સાહ વધારવાનું હોય છે. પરંતુ પંત આ વણકહેલી જવાબદારીને પુરા હ્રદયથી નિભાવી રહ્યો હોય એમ લાગે છે. તે કોઈ પણ સમયે ખેલાડીઓને માટે રમતને ભારે નથી થવા દેતો.

 

પંતે બીજી ટેસ્ટ દરમ્યાન ડીઆરએસને લઈને પણ યોગ્ય સલાહ આપી હતી. તેણે અશ્વિનના એક બોલ પર સ્પષ્ટ કહ્યુ હતુ કે, બોલ ઉપર જઈ રહ્યો છે. પરંતુ ટીમે ડીઆરએસ લીધો હતો. બાદમાં પંત યોગ્ય હતો અને ભારત તરફથી એક ડીઆરએસ વેડફાઈ ગયો હતો. પ્રથમ ટેસ્ટમાં પણ તેણે આવી જ રીતે સલાહ આપી હતી અને જેમાં પણ તે યોગ્ય પૂરવાર થયો હતો.

 

આ પણ વાંચો: Whatsapp: અપનાવો આ ટ્રિક વાંચી શકશો ડિલીટ કરાયેલા મેસેજ

Next Article