IND vs ENG 5th T20I Preview: આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે નિર્ણાયક જંગ, ભારતનો ટ્રેક રેકોર્ડ શ્રેષ્ઠ

|

Mar 20, 2021 | 9:42 AM

T20 ની બે સર્વશ્રેષ્ઠ ટીમો અને બંને વચ્ચે આજે શ્રેણીનો આખરી જંગ રમાશે. પાંચ મેચોની T20 શ્રેણી પર આજે દાવ છે અને હારવુ હવે મનાઇ છે. આજે જે ટીમ વિજેતા બનશે તે ટીમ શ્રેણી વિજેતા બનશે.

IND vs ENG 5th T20I Preview: આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે નિર્ણાયક જંગ, ભારતનો ટ્રેક રેકોર્ડ શ્રેષ્ઠ
આખરી T20 પહેલા ભારત અને ઇંગ્લેંડ બંને ટીમો શ્રેણીમાં બરાબરી પર છે.

Follow us on

T20 ની બે સર્વશ્રેષ્ઠ ટીમો અને બંને વચ્ચે આજે શ્રેણીનો આખરી જંગ રમાશે. પાંચ મેચોની T20 શ્રેણી પર આજે દાવ છે અને હારવુ હવે મનાઇ છે. આજે જે ટીમ વિજેતા બનશે તે ટીમ શ્રેણી વિજેતા બનશે. આં બંને વચ્ચેનો આજનો જંગ મહત્વનો બની રહેશે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાનારી પાંચમા અને આખરી T20 પહેલા બંને ટીમો શ્રેણીમાં બરાબરી પર છે. એટેલે કે બંને ટીમો 2-2 મેચ જીતી ચુકી છે.

ભારત કે ઇંગ્લેંડ બંને આમ તો એક બીજાથી કમ નથી. તમામ પ્રકારે બંને ટીમો મજબૂત છે અને એટલે જ મેચ કોઇ પણ બાજુ કરવટ બદલી શકે છે. પ્રથમ 3 T20 મેચમાં સ્થિતી એ હતી કે જે ટોસ જીતે એ જ મેચ વિજેતા બની રહ્યુ હતુ. પરંતુ ચોથી મેચમાં ભારતે ટોસ હાર્યો હતો અને બાદમાં મેચને જીતીને તે સીલસીલાને પણ તોડી નાંખ્યો હતો. એટલે કે 5 મી T20 માટે પણ હવે એમ નહી કહી શકાય કે ટોસની ભૂમિકા શુ રહેનારી છે.

સિરીઝની નિર્ણાયક જંગમાં ભારતનો રેકોર્ડ
પાંચમી T20 મેચ પહેલા યજમાન ભારતીય ટીમ માટે એક સારી બાબત એ છે કે, આર-પારની લડાઇમાં તેનો રેકોર્ડ સારો છે. એટલે કે સિરીઝ ડિસાઇડર રેકોર્ડ ટીમ ઇન્ડીયાનો સારો છે. T20 આંતરરાષ્ટ્રીય માં રમાયેલી 8 સિરીઝ ડિસાઇડરમાં ભારત 6 મેચ જીતી શક્યુ છે. એટલે કે જીતની ટકાવારી આર યા પારની લડાઇમાં 86 ટકા જેટલી છે. આજે શનિવારે એટલે કે 20 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ પણ સિરીઝ ડિસાઇડર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઇંગ્લેંડ સામે અંતિમ 4 વર્ષમાં એક પણ સિરીઝ ડિસાઇડર નથી હાર્યુ ભારત
ભારતીય ક્રિકેટ ફેંસ માટે જશ્ન મનાવવાની આશાઓ બાંધનારી એક વાત આ પણ છે. જે ભારતની જીત ના મનોબળને વધારી રહ્યુ છે. T20 ઇન્ટરનેશનલ પિચ પર સિરીઝની નિર્ણાયક લડાઇમાં ભારત વર્ષ 2016-17 થી અત્યાર સુધી ઇંગ્લેંડ સામે હાર્યુ નથી. આ દરમ્યાન બંને ટીમો 2 વાર સિરીઝ ડિસાઇડરમાં આમનો સામનો કરી ચુકી છે. બંને વાર ભારતે તેને હાર આપી છે. એટલે કે ઇંગ્લેંડ સામે પણ ભારતનો આવી મેચમાં જીતની ટકાવારી 100 ટકા ધરાવે છે.

પલડુ ભારે છતાં રાખવી પડશે તૈયારી
સ્પષ્ટ છે કે નિર્ણાયક મેચોમાં ભારતનો ટ્રેક રેકોર્ડ સારો જોવા મળી રહ્યો છે. આમ ભારતીય ટીમનુ પલડુ પણ ચોક્કસ ભારે નજર આવી રહ્યુ છે. તો વળી ઇંગ્લેંડનો કેપ્ટન ઇયોન મોર્ગન પણ અગાઉ અનેક વાર કહી ચુક્યો છે કે, ભારતીય ટીમને તેના જ ઘરમાં હરાવવુ આસાન નથી. પરંતુ આ તમામ બાબતો ને હાલમાં ભારતીય ટીમએ નજર અંદાજ કરવી પડશે. ટીમ એ ઇંગ્લેંડને હળવાશમાં સહેજ પણ લઇ શકાય એમ નથી. આવી ભૂલથી બચીને રહેવુ પડશે. આમ કરીને જ તે આ સિરીઝના સિકંદર અને T20 વિશ્વકપ પહેલા એક મોટી સિરીઝની જીતની મેળવી શકાય છે.

Next Article