IND vs ENG : સિરીઝ જીતતા જ ભારતે ટીમમાં કર્યો મોટો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડીની ટીમમાં વાપસી
ઇંગ્લેન્ડ સામેની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ફક્ત આ એક જ ફેરફાર કર્યો છે. આ મેચમાં ફરી એકવાર બધાની નજર સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે, જેઓ આ સિરીઝમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. રાહતની વાત એ છે કે છેલ્લી મેચનો સ્ટાર શિવમ દુબે હવે સંપૂર્ણપણે ફિટ છે અને આ મેચમાં છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની સફર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. T20 સિરીઝની છેલ્લી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે પુણેમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી હતી. ત્યારે હવે ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. પરંતુ આ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે પણ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની વાપસી થઈ છે.
ઈજાના કારણે એક વર્ષથી વધુ સમયથી બહાર રહેલા શમીએ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી. જોકે, તે મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી અને તેને બીજી જ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહ પાછો ફર્યો હતો પરંતુ હવે સિરીઝ જીત્યા બાદ કોચ અને કેપ્ટને ઝડપી બોલરને આરામ આપવાનો નિર્ણય લીધો છે.તેથી શમી પાસે ODI સિરીઝ પહેલા પોતાનું ફોર્મ પાછું મેળવવાની બીજી તક છે.
ટીમ ઈન્ડિયાએ ફક્ત આ એક જ ફેરફાર કર્યો છે. આ મેચમાં ફરી એકવાર બધાની નજર સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે, જેઓ આ સિરીઝમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. રાહતની વાત એ છે કે છેલ્લી મેચનો સ્ટાર શિવમ દુબે હવે સંપૂર્ણપણે ફિટ છે અને આ મેચમાં છે. છેલ્લી મેચમાં તેના માથા પર બોલ વાગ્યો હતો અને પછી તે ઈજાને કારણે બહાર થયો હતો. તેના સ્થાને હર્ષિત રાણાને અવેજી ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો, જેના કારણે ઘણો વિવાદ પણ થયો.
IND vs ENG: બંને ટીમોની પ્લેઇંગ XI
ભારત : સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી
ઇંગ્લેન્ડ : જોસ બટલર, ફિલ સોલ્ટ, બેન ડકેટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ