IND vs AUS: પ્રથમ ટેસ્ટ માટે વધવા લાગી ટિકીટની માગ, કોહલી સિવાય પણ છે એક મોટુ કારણ

|

Nov 14, 2020 | 8:51 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આગામી ડિસેમ્બર મહિનાથી શરુ થનારી ટેસ્ટ સીરીઝનો લાંબા સમય થી પ્રશંસકોને ઇંતઝાર છે. જબરદસ્ત ટક્કર વાળી આ સિરીઝની સાથે બંને ટીમો કોરોના વાયરસના કારણે આવેલા અવરોધના બાદ પ્રથમ વાર ટેસ્ટ ક્રિકેટ માટે મેદાનમાં ઉતરશે. આ સીરીઝને લઇને પહેલા થી જ ખુબ જ ઉત્સુકતા વર્તાઇ રહી છે. હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના […]

IND vs AUS: પ્રથમ ટેસ્ટ માટે વધવા લાગી ટિકીટની માગ, કોહલી સિવાય પણ છે એક મોટુ કારણ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આગામી ડિસેમ્બર મહિનાથી શરુ થનારી ટેસ્ટ સીરીઝનો લાંબા સમય થી પ્રશંસકોને ઇંતઝાર છે. જબરદસ્ત ટક્કર વાળી આ સિરીઝની સાથે બંને ટીમો કોરોના વાયરસના કારણે આવેલા અવરોધના બાદ પ્રથમ વાર ટેસ્ટ ક્રિકેટ માટે મેદાનમાં ઉતરશે. આ સીરીઝને લઇને પહેલા થી જ ખુબ જ ઉત્સુકતા વર્તાઇ રહી છે. હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના એક નિર્ણય થી તેને વધુ રોચક બનાવી દેવાઇ છે. આવામાં સિરીઝની પહેલી ટેસ્ટ મેચ માટે ટિકીટોની માંગ ખુબ વધી ચુકી છે. જોકે આના ઉપરાંત પણ એક મહત્વનુ કારણ છે. 

કોહલી ચાર મેચોની આ સિરીઝમાં ફક્ત પ્રથમ મેચ જ રમી શકશે. કોહલી જાન્યુઆરીમાં પિતા બનનારો છે અને તેના કારણે જ તેણે બીસીસીઆઇ પાસે પોતાની રજાઓની માંગ કરી હચી. જેને બોર્ડ દ્રારા સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. આને લઇને હવે તે માત્ર એડીલેડ ટેસ્ટમાં જ મેદાનમાં હાજર રહેનારો છે. જોકે ખાસ વાત એ પણ છે કે કોહલીના એક માત્ર ટેસ્ટ મેચ ઉપરાંત  સિરીઝની પહેલી મેચ ડે નાઇટ છે. જેના કારણ ે દર્શકોમાં પણ ખુબ ઉત્સાહ વધી ચુક્યો છે.  ન્યુઝ એજન્સી આઇએએનએસ મુજબ, મેલબોર્નમાં એક કૈફેના માલિક અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનનુ ફેન ગૃપ ચલાવનારા અંગદ સિંહ ઓબેરોય આ સિરીઝ માટે ટિકીટ વિતરણ કરી રહ્યા છે. સાથએ જ ગૃમાં ટીકીટોની માંગ પહેલી ટેસ્ટ મેચ માટે ગણી વધારે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આઇએએનએસ એ ઓસ્ટ્રેલીયાના સ્થાનિક સમાચારપત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડમાં ઓબેરોય ના હવાલા થી લખવામાં આવ્યુ છે કે, ડે નાઇટ મેચને લઇને ઘણી દિલચસ્પી  છે. કારણ કે અમારી પાસે ઘણી ટીકીટોની માંગ થઇ રહી છે. એટલે કે માંગ તો નિશ્વીત રુપે છે, પરંતુ વાત એ છે કે બધી લોજીસ્ટીકસ અને ટીકીટીંગ નુ કામ એક સા થે થઇ શકે છે.

ઓસ્ટ્રેલીયામાં કોરોનાની સ્થિતીમા ંસુધારને લઇને કારણે સિમીત સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમમાં જવાની પરમીશન આપવામાં આવી છે. જેના પછી ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ ટીમ ઇન્ડિયાના પ્રવાસ માટે પચાસ ટકા ક્ષમતા ની સાથે દર્શોને આ સિરીઝમાં આવવા માટે પરમીશન આપવામાં આવી છે. જોકે માંગ ૫૦ ટકા કરતા પણ વધુ થઇ રહી છે. જેના માટે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા સાથે ચર્ચા થઇ રહી છે. તેમણે કહ્યુ, નંબરોને લઇને અમે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં સકારાત્મકતા જોવા મળી છે. 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article