Gujarati NewsSportsInd vs aus virender sehwag babysitting advt ausis matthew hayden replies in anger
IND vs AUS સિરીઝ પહેલાં વીરુનો સૌથી રસપ્રદ વીડિયો જેને જોઈને હેડને કર્યો હુમલો, જુઓ વીડિયો
હાલમાં ભારતીય ટીમ પોતાના સંપૂર્ણ ફોર્મમાં મેદાન પર જોવા મળી રહી છે. જેમાં થોડાં દિવસ પહેલાં જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ અને વન-ડે સીરિઝ હરાવીને ઈતિહાસ રચ્યો હતો. જે પછી પણ ઓસ્ટ્રેલિયાની ટીમની શાન ઠેકાણે આવી નથી. હવે જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવી રહ્યું છે તે પહેલાં જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ […]
હાલમાં ભારતીય ટીમ પોતાના સંપૂર્ણ ફોર્મમાં મેદાન પર જોવા મળી રહી છે. જેમાં થોડાં દિવસ પહેલાં જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ અને વન-ડે સીરિઝ હરાવીને ઈતિહાસ રચ્યો હતો. જે પછી પણ ઓસ્ટ્રેલિયાની ટીમની શાન ઠેકાણે આવી નથી. હવે જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવી રહ્યું છે તે પહેલાં જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ વાંધો ઉઠાવ્યો છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
વાસ્તવમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની સીરિઝ પહેલાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની એક જાહેરાત આવી છે. જેમાં સહેવાગ બેબી સિટિંગમાં બાળકોને સાચવી રહ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટના બેબી-સિટિંગની એ મજાક સાથે જોડાયેલ છે જે ઓસ્ટ્રેલિયાના સુકાની ટિમ પેને ભારતીય વિકેટકીપર રિષભ પંતને સાથે કરી હતી.
Every baby needs a babysitter – 🇦🇺 and 🇮🇳 would remember this well! 😉
આ મજાકને લઈને ભારતમાં યોજાનાર શ્રેણીનો માહોલ બનાવવા માટે બ્રાડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે એક એડવર્ટાઇઝ બનાવી છે. જેમાં સેહવાગ ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરેલ બે બાળકોને ખોળામાં લઈને આખી ઓસ્ટ્રેલિયન ટીમની બેબી-સિટિંગ કરવાની વાત કરી રહ્યો છે.
સેહવાગની આ એડવર્ટાઇઝ પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડન નારાજ થયો છે. હેડને સેહવાગ પર ટ્વિટર ઉપર હુમલો કરતા લખ્યું છે કે સર્તક રહો, સેહવાગ બોય, ક્યારેય ઓસ્ટ્રેલિયાને હળવા અંદાજમાં ન લેતા. યાદ રાખજો વર્લ્ડ કપ ટ્રોફીની બેબી-સિટિંગ કોણ કરી રહ્યું છે.
હવે જોવાનું રહેશે હંમેશા લોકોને ટ્વિટર ઉપર જવાબ આપતાં સેહવાગ કેવી રીતે હેડનને જવાબ આપે છે. ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે 24 ફેબ્રુઆરીથી સીરિઝની શરૂઆત થઈ રહી છે. જેમાં બંને ટીમના તેવર જોવાના રહેશે