INDvsAUS: વિરાટ કોહલીએ આખરે તોડ્યુ મૌન, રોહિત શર્માની ઈજા પર કહી ચોંકાવનારી વાત

|

Nov 26, 2020 | 11:28 PM

રોહિત શર્માની ઈજા પર ખુબ બબાલ મચી રહી છે. આઈપીએલ 2020માં ઈજા થયા બાદ તેના વિશે કંઈ પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ નથી. હવે તેનું ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર પણ રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હવે આ મામલે આખરે મૌન તોડ્યુ છે. તેનુ કહેવુ છે કે રોહિતના મામલામાં સ્પષ્ટતાની […]

INDvsAUS: વિરાટ કોહલીએ આખરે તોડ્યુ મૌન, રોહિત શર્માની ઈજા પર કહી ચોંકાવનારી વાત

Follow us on

રોહિત શર્માની ઈજા પર ખુબ બબાલ મચી રહી છે. આઈપીએલ 2020માં ઈજા થયા બાદ તેના વિશે કંઈ પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ નથી. હવે તેનું ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર પણ રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હવે આ મામલે આખરે મૌન તોડ્યુ છે. તેનુ કહેવુ છે કે રોહિતના મામલામાં સ્પષ્ટતાની કમી રહી છે. તેણે પત્રકારો સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે તેમને નથી ખબર કે રોહિત ટીમની સાથે કેમ ઓસ્ટ્રેલીયા નથી આવ્યો. તે તો ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે રોહિતને ટીમ ઈન્ડિયાની સાથે ફ્લાઈટમાં બેસવાની આશા લગાવી બેઠો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોહલીએ કહ્યુ હતુ કે નવેમ્બરની શરુઆતમાં પસંદગી સમિતિની મીટીંગના પહેલા બતાવવામાં આવ્યુ હતુ કે, રોહિત પસંદગી માટે ઉપલબ્ધ નથી. તેમણે કહ્યુ કે સિલેકશન મીટીંગથી પહેલા જ અમને મેલ આવ્યો હતો કે તે ઉપલબ્ધ નથી. તેને આઈપીએલ દરમ્યાન ઈજા પહોંચી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ઈજાની તમામ માહિતી રોહિતને આપી દેવાઈ છે અને તે ઉપલબ્ધ નથી. આઈપીએલમાં તેના રમવાના પછી અમે વિચાર્યુ હતુ કે, તે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં બેસી જશે. અમને કોઈ જાણકારી નહોતી કે તે અમારી સાથે કેમ નથી આવ્યો. કોઈ સુચના નહોતી, આ વિષયમાં પુરી રીતની સ્પષ્તાની કમી રહી છે. અમે ઇંતઝાર કરતા રહ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોહલીએ કહ્યુ હતુ કે રોહિતની ઈજાની હવે તપાસ 11 ડિસેમ્બરે થનારી છે. અત્યારે ટીમ ઓસ્ટ્રેલીયામાં તેનો ઇંતઝાર કરી રહી છે. તેણે કહ્યુ હતુ કે, બાકીની જાણકારી જેમ અમને મળી છે, તે એ છે કે રોહિત એનસીએમાં છે. તેની તપાસણી થનારી છે. 11 ડીસેમ્બરે તેની ફરીથી તપાસણી કરવામાં આવશે કે તે ઠીક છે કે નહીં. આ ખુબ કંફ્યુઝિંગ છે અને ખૂબ અનિશ્વિતતા છે. સાથે જ કોહલીએ પણ એ કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયાના 14 દિવસના કડક ક્વોરન્ટાઈનને જોતા રોહિત અને ઈશાંત શર્માનું રમવુ નક્કી નથી. હજુ ઘણી અનિશ્વિતતા છે કે, તે અહી આવી શકશે કે કેમ અને આવે તો રમી શકશે કે કેમ. રિદ્ધીમાન સાહાની જેમ સારુ હોત કે, રોહિત અને ઈશાંત પોતાની વાપસી ટીમના ટ્રેનર નિક વેબ અને ફિઝયો નિતિન પટેલ સાથે કરતા. તેનાથી તેમની ટેસ્ટ રમવાની સંભાવના વધી જતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article