INDvAUS: ટી-20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલીયા પર ટીમ ઇન્ડિયા છે ભારે, જુઓ શું કહે છે આંકડા

|

Dec 04, 2020 | 7:53 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે ની સીરીઝ બાદ હવે, ટી-20 ની ત્રણ મેચની સીરીઝ આજથી શરુ થઇ રહી છે.  બંને ટીમો આજે ટી-20માં આમને સામને થશે. વન ડે સીરીઝ ગુમાવવાનો ભારત માટે બદલો લેવા માટેનો મોકો આ સીરીઝ છે. કારણ કે ભારતીય ટીમ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલીયા પર ભારે છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરુઆત વન […]

INDvAUS: ટી-20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલીયા પર ટીમ ઇન્ડિયા છે ભારે, જુઓ શું કહે છે આંકડા

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે ની સીરીઝ બાદ હવે, ટી-20 ની ત્રણ મેચની સીરીઝ આજથી શરુ થઇ રહી છે.  બંને ટીમો આજે ટી-20માં આમને સામને થશે. વન ડે સીરીઝ ગુમાવવાનો ભારત માટે બદલો લેવા માટેનો મોકો આ સીરીઝ છે. કારણ કે ભારતીય ટીમ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલીયા પર ભારે છે.

ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરુઆત વન ડે સીરીઝના હાર સાથે કરનારી ભારતીય ટીમ હવે લયમાં પરત આવવા ઇચ્છતી હશે. સીરીઝની આખરી વન ડે જીતીને કેપ્ટન વિરાટ કોહલી એ ફણ કહ્યુ હતુ, તેમની ટીમ વન ડે જીતની લય થી ટી-20 સીરીઝમાં ઉતરશે. ટી-20 સીરીઝની પ્રથમ મેચ પણ ત્યાં જ રમાનારી છે જ્યાં આખરી વન ડે ભારતે જીતી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બંને ટીમોના વચ્ચે રમાયેલી ટી-20 મેચો પર નજર કરીએ તો, ઓસ્ટ્રેલીયાના ટીમ નો પક્ષ નબળો લાગી રહ્યો છે. બંને વચ્ચે કુલ 20 ટી-20 ક્રિકેટ મેચ રમાઇ છે. જેમાં થી ભારતે 11 મેચ પોતાના નામે કરી છે. તો ઓસ્ટ્રેલીયા 8 જ મેચ જીતી શક્યુ છે. ઓસ્ટ્રેલીયાની ધરતી પર રમાયેલી ટી-20 મેચનો હિસાબ જોઇએ તો બંને વચ્ચે 9 મેચ રમાઇ છે. જેમાં ભારતે 5 અને ઓસ્ટ્રેલીયાએ 3 મેચ જીતી છે. પાછળના પ્રવાસ દરમ્યાન એક મેચ વરસાદને લઇને રદ થઇ ગઇ હતી. સૌથી મોટો સ્કોર પણ ભારતના નામે છે. 2016માં ભારતે ત્રણ વિકેટે 200 રન બનાવ્યા હતા. જ્યારે બંને દેશો વચ્ચે ની સીરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીનો છે. જેણે 317 રન બનાવ્યા છે. બીજા નંબરે આરોન ફીંચ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article