IND vs AUS: મિસ્ટ્રી સ્પિનરનું ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર જવાનુ સપનું થયુ ચકનાચુર, T-20 ટીમ માટે પસંદગી બાદ પડતો મુકાયો

|

Nov 10, 2020 | 1:27 PM

ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલીયાને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્રારા મહત્વની જાણકારી જારી કરાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર જનારી ટીમમાં પસંદગી પામેલા કેટલાક ખેલાડીઓમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ઓપનર રોહિત શર્માને ટેસ્સ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી જ્યારે ટી-20 ટીમના સભ્ય તરીકે પ્રથમ વાર ભારતીય ટીમમાં પસંદ કરાયેલા વરુણ ચક્રવર્તીને બહાર કરી દેવામાં આવ્યો […]

IND vs AUS: મિસ્ટ્રી સ્પિનરનું ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર જવાનુ સપનું થયુ ચકનાચુર, T-20 ટીમ માટે પસંદગી બાદ પડતો મુકાયો

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલીયાને લઇને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્રારા મહત્વની જાણકારી જારી કરાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર જનારી ટીમમાં પસંદગી પામેલા કેટલાક ખેલાડીઓમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ઓપનર રોહિત શર્માને ટેસ્સ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી જ્યારે ટી-20 ટીમના સભ્ય તરીકે પ્રથમ વાર ભારતીય ટીમમાં પસંદ કરાયેલા વરુણ ચક્રવર્તીને બહાર કરી દેવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલીયા પ્રવાસ જનારી ટીમમાં ટી-20 ટીમમાં વરુણ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ તેના  માટે આ પ્રથમ મોકો હતો કે તેનુ નામ ભારતીય ટીમ માટે પસંદ કરવાં આવ્યુ હોય. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન વરુણનુ ડેબ્યુ પણ નક્કિ જ માનવામાં આવી રહ્યુ હતુ. પરંતુ હવે ઇજાના કારણે તે હવે આ પ્રવાસ થી બહાર થઇ જવા પામ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

બીસીસીઆઇ તરફ થી આપવામાં આવેલી જાણકારી દરમ્યાન બતાવવામાં આવ્યુ હતુ કે, સ્પિનર વરુણ ચક્રવર્તીને ખભાની ઇજાને લઇને ટી-20 સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાન પર પસંદગીકારોએ ટી નટરાજનને રિપ્લેસમેન્ટ ના રુપે પસંદ કર્યો છે. વરુણ ટી-20 લીગમાં કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ તરફ થી રમતો હતો. આ દરમ્યાન તેણે ખુબ સારો દેખાવ કર્યો હતો. જ્યારે ટી નટરાજન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ થી રમી રહ્યો છે.

વર્તમાન સિઝનમાં વરુણ માટે ટી-20 ખુબ જ સફળ નિવડી હતી. તેણે પોતાની બોલીંગ ના પ્રદર્શન થી સૌ કોઇને પ્રભાવીત કર્યા હતા. ચેન્નાઇ સામેની મેચમાં તો તેની બોલીંગ સૌથી સફળ નિવડી હતી. ચેન્નાઇના કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોનીને તેણે બે મેચોમાં બે વાર બોલ્ડ કર્યો હતો. પુરી સિઝનમાં બે મેચ રમવા કુલ ત્રણ મેચ રમવા વાળા વરુણે 17 વિકેટ ઝડપી હતી. જેમાં 20 રન આપીને પાંચ વિકેટ ઝડપવાનુ પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ રહ્યુ હતુ.

Next Article