ભારતીય ટીમે વિશ્વકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રાખ્યુ આસાન લક્ષ્ય, કોહલી-રાહુલની અડધી સદી

ICC World Cup Final Match Report, India vs Australia: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ ટોસ હારીને ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જોકે ભારતીય ટીમના બેટર્સે સમયાંતરે વિકેટ ગુમાવતા રનની ગતી ધીમી રહી હતી. જોકે રોહિત શર્માએ તોફાની શરુઆત કરવાના અંદાજ સાથે બેટિંગ કરી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવી હતી.

ભારતીય ટીમે વિશ્વકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રાખ્યુ આસાન લક્ષ્ય, કોહલી-રાહુલની અડધી સદી
Follow Us:
| Updated on: Nov 19, 2023 | 6:20 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ 2023 ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સમયાંતરે વિકેટ ગુમાવી હતી. જોકે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ તોફાની બેટિંગ વડે શરુઆત આક્રમક કરી હતી. જોકે રોહિત શર્માની વિકેટ બાદ ભારતીય ટીમ પર દબાણની સ્થિતિ વર્તાવા લાગી હતી.આમ ભારતીય ટીમે 240 રનનુ આસાન લક્ષ્ય રાખ્યુ હતુ. ટીમ 240 રન નોંધાવીને નિર્ધારીત 50 ઓવરના અંતે ઓલઆઉટ થઈ હતી. જોકે આ લક્ષ્ય લડાઈ માટે પૂરતો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો

જોકે બાદમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે સ્થિતિ સંભાળતી બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ વધુ એક અડધી સદી વિશ્વકપમાં નોંધાવી હતી. જેને લઈ ભારતીય ટીમનો સ્કોર બોર્ડ આગળ વધ્યો હતો. કેએલ રાહુલે પણ બાદમાં મક્કમતા પૂર્વક બેટિંગ કરતા સ્કોર્ડ બોર્ડ આગળ વધાર્યુ હતુ. જોકે રોહિત શર્માની વિકેટ બાદ રનની ગતિ ધીમી રમી હતી.

વિરાટ અને રાહુલની અડધી સદી

રોહિત શર્મા અને શુભમન ગિલની ભાગીદારી રમત માત્ર 30 રનની જ રહી હતી. ગિલના રુપમાં ભારતીય ટીમે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ગિલ માત્ર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો. ગિલે 7 બોલનો સામનો કર્યો હતો. બીજી વિકેટના રુપમાં ભારતે રોહિત શર્માને ગુમાવ્યો હતો. રોહિત શર્માની બેટિંગને લઈ મોટા સ્કોરની આશા હતી, પરંતુ મુશ્કેલ કેચ ટ્રેવિસ હેડે ઝડપીને હિટમેનને પરત મોકલ્યો હતો. સુકાની રોહિત શર્માએ 31 બોલનો સામનો કરીને શાનદાર ત્રણ છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીને 47 રન નોંધાવ્યા હતા. આમ માત્ર ત્રણ રનથી ફરીવાર અડધી સદી ચૂક્યો હતો. જોકે રોહિત શર્માની વિકેટ બાદ ભારતીય ટીમની રનની ગતિ ધીમી પડી ગઈ હતી.

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023
એનિમલ ફિલ્મમાં બોલ્ડ સીન કરીને ચર્ચામાં આવેલી આ અભિનેત્રી કોણ છે ?

વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી નોંધાવી હતી. વિરાટે 63 બોલનો સામનો કરીને 54 રન નોંધાવ્યા હતા. કોહલીએ 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. આમ કોહલીની અડધી સદીની મદદ વડે ભારતીય ટીમના સ્કોરબોર્ડની સ્થિતિ સારી રહી શકી હતી. કેએલ રાહુલે પણ અડધી સદી નોંધાવી હતી. વિરાટ કોહલી સાથે મળીને તેણે સારી રમત નોંધાવી હતી. રાહુલે 66 રન મક્કમતાપૂર્વકની બેટિંગ વડે નોંધાવ્યા હતા. તેણે 107 બોલનો સામનો કર્યો હતો. રાહુલે આ ઈનીંગમાં માત્ર એક જ ચોગ્ગો નોંધાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 9 રન 22 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. સૂર્યાએ 28 બોલમાં 18 રન, શમીએ 6 રન, બુમરાહે 1 રન નોંધાવ્યો હતો.

સ્ટાર્કની 3 વિકેટ

મિશેલ સ્ટાર્કે ત્રણ ભારતીય ખેલાડીઓની વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ, કેએલ રાહુલ અને શમીની વિકેટ સ્ટાર્કે ઝડપી હતી. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">