IND vs AUS: ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને મેચ રેફરીએ પણ લગાવ્યો બેવડો માર

|

Dec 29, 2020 | 6:26 PM

ટીમ ઇન્ડીયાની સામે મલબોર્ન ટેસ્ટ (Melbourne Test) ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલીયા (Australia) ની હાલત કંઇ સારી નથી રહી. 8 વિકેટે મેચ ને ગુમાવ્યા બાદ બાદ મેચ રેફરી (Match Referee) એ પણ ઓસ્ટ્રેલીયાને ફટકો લગાવ્યો હતો. તેમણે એક તો ઓસ્ટ્રેલીયા પર ભારેખમ દંડ લગાવી દીધો, અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ના પોઇન્ટ પણ કાપી લીધા. […]

IND vs AUS: ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાને મેચ રેફરીએ પણ લગાવ્યો બેવડો માર

Follow us on

ટીમ ઇન્ડીયાની સામે મલબોર્ન ટેસ્ટ (Melbourne Test) ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલીયા (Australia) ની હાલત કંઇ સારી નથી રહી. 8 વિકેટે મેચ ને ગુમાવ્યા બાદ બાદ મેચ રેફરી (Match Referee) એ પણ ઓસ્ટ્રેલીયાને ફટકો લગાવ્યો હતો. તેમણે એક તો ઓસ્ટ્રેલીયા પર ભારેખમ દંડ લગાવી દીધો, અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ના પોઇન્ટ પણ કાપી લીધા.

ઓસ્ટ્રેલીયા પર ફાઇન અને પોઇન્ટ ગુમાવવાનો બેવડો માર સ્લો ઓવર રેટને લઇને પડ્યો છે. ભારત સામેની મેલબોર્ન ટેસ્ટમાં તેમની ટીમે ધીમા ઓવર રેટ થી બોલીંગ કરવાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના માટે 40 ટકા દંડ ફટકારાયો હતો સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ના 4 પોઇન્ટ પણ કાપી લીધા હતા. મેલબોર્ન ટેસ્ટમાં ટિમ પેન (Tim Penn) ની આગેવાનીમાં રમવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલીયાની ટીમ ને ભારતે આઠ વિકેટે પરાસ્ત કર્યુ હતુ. આ સાથે જ 4 ટેસ્ટ મેચોની સીરીઝ પણ 1-1ની બરાબરી પર આવીને ઉભી રહી છે.

ખાસ વાત એ છે કે, ભારત સામે હાર્યા બાદપણ ઓસ્ટ્રેલીયાની સ્થિતી વધુ ખરાબ કરવા વાળા મેચ રેફરી ઓસ્ટ્રેલીયાના ડેવિડ બૂન (David Boons) જ હતા. તેનાથી પણ મોટી વાત એ હતી કે, બૂનએ પોતાના 60માં જન્મ દિવસ પર ઓસ્ટ્રેલીયા ને દંડ ફટકાર્યો હતો. ઓસ્ટ્રેલીયા ટાર્ગેટ ઓવર રેટ કરતા 2 ઓવર શોર્ટ હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન્સશીપના પોઇન્ટ ટેબલમાં 4 પોઇન્ટ ઘટવાને લઇને ઓસ્ટ્રેલીયાના પોઇન્ટ હવે 322 થઇ ગયા છે. જોકે આમ છતાં પણ તે ટોપ પોઝિશન પર યથાવત છે. ભારત પાસે 390 પોઇન્ટ છે, પરંતુ ઓસ્ટ્રેલીયા પોઇન્ટના હિસાબ થી આગળ છે. ભારતે મેલબોર્ન ટેસ્ટમાં જીત મેળવવાના લઇને પોઇન્ટ ટેલીમાં 30 રન વધુ જોડાઇ ગયા છે.

Next Article